ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આ બેંક કસ્ટમર્સને મોટો ઝટકો, 1 ડિસે.થી સેવિંગ્સ એકાઉન્ટ પર આપવો પડશે વધારે ચાર્જ

ખાસ કામનું / આ બેંક કસ્ટમર્સને મોટો ઝટકો, 1 ડિસે.થી સેવિંગ્સ એકાઉન્ટ પર આપવો પડશે વધારે ચાર્જ

Published By: Jinal Chauhan

Last Updated: 01:06 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું સેવિંગ્સ એકાઉન્ટ ICICI બેંકમાં છે તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. બેંક 1 ડિસેમ્બર 2026થી કેટલીક બેંકિંગ સર્વિસના ચાર્જમાં વધારો કરવા જઈ રહી છે.

ADVERTISEMENT

બેંકમાં વારંવાર રોકડ જમા કરાવતા કે ઉપાડતા ગ્રાહકોના ખિસ્સા પર હવે વધુ બોજ પડી શકે છે. ICICI બેંકે સેવિંગ્સ એકાઉન્ટના કેટલાક સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે. રોકડની લેવડદેવડ ઉપરાંત EMI અને અન્ય ઓટોમેટિક પેમેન્ટ ફેલ થવા પર પણ વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. જોકે જનધન અને બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને રોકડની લેવડદેવડમાં રાહત મળશે.

1 ડિસેમ્બરથી નવા ચાર્જ લાગુ થશે

ICICI બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે કામના સમાચાર છે. બેંક 1 ડિસેમ્બર 2026થી બચત ખાતા સાથે જોડાયેલી કેટલીક બેંકિંગ સર્વિસના ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ખાસ કરીને બેંકની બ્રાન્ચ અથવા કેશ રિસાયકલર મશીન દ્વારા વારંવાર રોકડ જમા કરાવતા અને ઉપાડતા ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે EMI કે અન્ય ઓટોમેટિક પેમેન્ટ ફેલ થશે તો પણ નવો ચાર્જ લાગશે.જોકે દરેક રોકડ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે એવું નથી. બેંકે દર મહિને કેટલીક ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા ચાલુ રાખી છે. પરંતુ નક્કી કરેલી મર્યાદા પૂરી થયા પછી ગ્રાહકોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

ICICI-Bank

રોકડ જમા કરાવવી અને ઉપાડવી મોંઘી પડશે

હાલમાં ICICI બેંકમાં નક્કી કરેલી ફ્રી લિમિટ પૂરી થયા પછી રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા પર દર 1,000 રૂપિયા દીઠ 3.50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. હવે 1 ડિસેમ્બરથી આ ચાર્જ વધારીને 4 રૂપિયા કરવામાં આવશે. આ નિયમ બેંકની બ્રાન્ચ અને કેશ રિસાયકલર મશીન દ્વારા થતી રોકડની લેવડદેવડ પર લાગુ પડશે.બેંક દર મહિને રોકડ જમા કરાવવા માટે ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન અને રોકડ ઉપાડવા માટે પણ ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે. આ ઉપરાંત દર મહિને 1 લાખ રૂપિયા સુધીની રોકડની લેવડદેવડ પર વેલ્યૂ આધારિત ચાર્જ લાગશે નહીં. આ મર્યાદા પૂરી થયા પછી વધારાની રકમ પર નવો ચાર્જ લાગશે.

ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી 150 રૂપિયા ચાર્જ

ગ્રાહકો દર મહિને ત્રણ વખત ફ્રીમાં રોકડ જમા કરાવી શકશે અને ત્રણ વખત રોકડ ઉપાડી શકશે. આ મર્યાદા પૂરી થયા પછી દરેક વધારાના રોકડ ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.આ ઉપરાંત દર મહિને 1 લાખ રૂપિયાથી વધુની રોકડની લેવડદેવડ થાય તો દર 1,000 રૂપિયા દીઠ 4 રૂપિયા અથવા 150 રૂપિયા બેમાંથી જે ચાર્જ વધારે હશે તે ચૂકવવો પડશે. એટલે કે ગ્રાહક ટ્રાન્ઝેક્શનની ફ્રી મર્યાદા અને રોકડની કુલ રકમ બંને મર્યાદા પાર કરે તો લાગુ પડતા ચાર્જમાંથી વધુ રકમ ચૂકવવી પડશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ક્રિપ્ટો જગતના સૌથી મોટા એક્સચેન્જ પર સાયબર એટેક! 5.9 અબજ ડૉલરની ચોરીથી હડકંપ

EMI અને ઓટો ડેબિટ ફેલ થશે તો પણ વધશે દંડ

બેંકે ECS અને NACH દ્વારા થતા ઓટોમેટિક પેમેન્ટ ફેલ થવા પર લાગતા ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. સામાન્ય રીતે ગ્રાહકોની લોનની EMI, વીમાનું પ્રીમિયમ અને અન્ય નિયમિત પેમેન્ટ આ સિસ્ટમ દ્વારા આપમેળે ખાતામાંથી કપાય છે.જો પેમેન્ટની તારીખે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય તો ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં 1 ડિસેમ્બરથી પ્રથમ વખત પેમેન્ટ ફેલ થશે તો 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. એક જ મેન્ડેટ હેઠળ બીજી અને ત્રીજી વખત પેમેન્ટ ફેલ થશે તો દરેક વખતે 550 રૂપિયા ચાર્જ લાગશે. એક મહિનામાં એક જ મેન્ડેટ માટે વધુમાં વધુ ત્રણ વખત આ ચાર્જ વસૂલવામાં આવશે.એટલે જે ગ્રાહકોના ખાતામાંથી દર મહિને EMI અથવા અન્ય પેમેન્ટ કપાય છે તેમણે પેમેન્ટની તારીખ પહેલાં ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું જરૂરી છે. આમ કરવાથી વધારાનો દંડ ભરવાથી બચી શકાશે.

જનધન અને બેઝિક સેવિંગ્સ એકાઉન્ટને રાહત

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા અને બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) ધરાવતા ગ્રાહકોને રોકડની લેવડદેવડમાં રાહત મળશે. આવા ખાતામાં રોકડ જમા કરાવવા અને ઉપાડવા પર ચાર્જ શૂન્ય રહેશે.જોકે આ ખાતાધારકોને પણ ECS અને NACH દ્વારા થતું પેમેન્ટ ફેલ થાય તો નવો ચાર્જ ચૂકવવો પડી શકે છે. એટલે જનધન અથવા બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને તમામ પ્રકારના બેંકિંગ ચાર્જમાંથી છૂટ મળશે એવું માનવું નહીં.

ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?

નવા ચાર્જ લાગુ થાય તે પહેલાં ગ્રાહકોએ પોતાના સેવિંગ્સ એકાઉન્ટની કેટેગરી અને તેના પર લાગતા સર્વિસ ચાર્જ જાણી લેવા જોઈએ. અલગ-અલગ પ્રકારના ખાતા માટે બેંકના ચાર્જ અલગ હોઈ શકે છે. ગ્રાહકો બેંકની બ્રાન્ચ અથવા કસ્ટમર કેરનો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકે છે.ખાસ કરીને વારંવાર રોકડ જમા કરાવતા કે ઉપાડતા ગ્રાહકોએ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદાનું ધ્યાન રાખવું પડશે. સાથે જ EMI અને અન્ય ઓટોમેટિક પેમેન્ટની તારીખ પહેલાં ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું પણ જરૂરી છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Savings Account Rules Banking Charges 2026 ICICI Bank Charges

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ