ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:20 AM, 30 October 2026
ADVERTISEMENT
ઘરની જમીન નીચે છુપાવી રાખવામાં આવેલા આ ત્રણ ડ્રમમાં મોટી માત્રામાં રોકડ મળી આવી છે. પોલીસને શંકા છે કે આ પૈસા ચોરી અને ઘરફોડ ચોરી જેવી ઘટનાઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ રોકડની રકમ કરોડોમાં હોઈ શકે છે. જોકે હજુ નોટોની ગણતરી ચાલી રહી હોવાથી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. હવે નાણાકીય અને મહેસૂલ વિભાગની મદદથી આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે પોલીસની એક કાર્યવાહીમાં મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ગંગાનગર ઝોનના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બરઈપુર રામનગર ગામના એક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરની અંદર જમીન ખોદાવતા ત્રણ પ્લાસ્ટિકના ડ્રમ મળી આવ્યા હતા. આ ડ્રમ જમીનમાં દાટી રાખવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે તેને બહાર કાઢીને ખોલ્યા ત્યારે અંદર નોટોના બંડલ ભરેલા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
પોલીસને બાતમી મળી હતી કે નવાબગંજ વિસ્તારના એક મકાનમાં ચોરીના પૈસા જમીનની અંદર દાટી રાખવામાં આવ્યા છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ACP સોરાંવ અને ACP ફૂલપુરના નેતૃત્વમાં નવાબગંજ અને સોરાંવ પોલીસની સંયુક્ત ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગંગાનગર DCP અને એડિશનલ DCPની દેખરેખમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મકાનની તપાસ દરમિયાન પોલીસને કેટલીક જગ્યાઓ શંકાસ્પદ લાગી હતી. ત્યારબાદ ત્યાં ખોદકામ કરાવવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન જમીનમાં દટાયેલા ત્રણ પ્લાસ્ટિકના ડ્રમ મળી આવ્યા હતા. પોલીસે ડ્રમ બહાર કાઢીને ખોલ્યા તો તેમાં નોટોના બંડલ ભરેલા હતા. આટલી મોટી માત્રામાં રોકડ જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે રોકડ અને ત્રણેય ડ્રમ કબજે કરીને સીલ કરી દીધા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ જામિયામાં વિદ્યાર્થીઓની મોટી જીત, 20 વર્ષ બાદ યોજાશે વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી, ભૂખ હડતાળ સમેટાઈ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ ડ્રમમાંથી મળેલી રોકડની માત્રા ઘણી વધારે છે. હાલમાં નોટોની ગણતરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ જ કેટલી રકમ મળી છે તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે. પ્રાથમિક અંદાજ મુજબ આ રકમ કરોડો રૂપિયામાં હોઈ શકે છે. આટલી મોટી રોકડ ક્યાંથી આવી અને કોની છે તે જાણવા માટે મકાન સાથે જોડાયેલા વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ મામલે પોલીસે સંબંધિત નાણાકીય અને મહેસૂલ વિભાગને પણ જાણ કરી છે. હવે તપાસ કરવામાં આવશે કે આ રોકડનો સ્ત્રોત શું છે અને તેનો સંબંધ ચોરી કે ઘરફોડ ચોરીના કોઈ ગુના સાથે છે કે નહીં. આ ઉપરાંત અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં આ પૈસાનો ઉપયોગ થયો છે કે કેમ તેની પણ તપાસ થશે. પોલીસનું કહેવું છે કે તમામ કાયદાકીય પાસાં તપાસ્યા બાદ મળેલા પુરાવા અને હકીકતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ