ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 લાખથી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કૃષિ ધિરાણ પર 2% વ્યાજ સહાય માટે 174.07 કરોડ રૂપિયા મંજૂર

ગુજરાત / 10 લાખથી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કૃષિ ધિરાણ પર 2% વ્યાજ સહાય માટે 174.07 કરોડ રૂપિયા મંજૂર

Published By: Nidhi Panchal

Last Updated: 05:32 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના લાખો ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સહકારી કૃષિ ધિરાણ પર 2% વ્યાજ સહાય માટે 174.07 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતોને લાભ મળવાની આશા છે, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને સસ્તા વ્યાજદરે પાક ધિરાણ મેળવવામાં મદદ મળશે.

ADVERTISEMENT

રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર ૨% વ્યાજ સહાય પેટે રૂ. ૧૭૪.૦૭ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

khedut
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને 'ખેડૂતલક્ષી તથા સહકાર-તરફી' અભિગમ માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. ગત તા. ૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકોએ પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા ધિરાણ પર ૨% વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.

ખેડૂતોને ૧૦% થી ૧૩%ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી

તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ મોટાભાગની સહકારી બેંકો ખેડૂતોને ૧૦% થી ૧૩%ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી. ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે અને સહકારી ધિરાણ માળખું ટકાઉ બને તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯-૧૦થી ૨% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના પરિણામે આજે રાજ્યના ખેડૂતોને માત્ર ૭%ના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.

‘કોસ્ટ ઓફ ફંડ’

સહકારી બેંકોનું ‘કોસ્ટ ઓફ ફંડ’ સામાન્ય રીતે અન્ય બેંકો કરતાં વધુ હોય છે. તેમ છતાં, ખેડૂતો પર વ્યાજનો વધારાનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકાર વર્ષ ૨૦૦૯-૧૦થી સતત ૨% વ્યાજ રાહત યોજના ચલાવી રહી છે અને બેંકોના આ તફાવતને વ્યાજ સહાય રૂપે સરભર કરે છે.

મંડળીઓ (PACS)નું ત્રિ-સ્તરીય મજબૂત માળખું કાર્યરત

રાજ્યમાં ૧ રાજ્ય સહકારી બેંક, ૧૮ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને ૧૦,૯૦૦થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નું ત્રિ-સ્તરીય મજબૂત માળખું કાર્યરત છે. આ સહકારી માળખા દ્વારા રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે. વિશેષરૂપે, રાજ્યના લગભગ ૩૩% નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે, જેમના માટે સરકારનો આ નિર્ણય અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કાલુપુર સ્ટેશનના રીડેવલપમેન્ટ વચ્ચે AMCનો મોટો નિર્ણય, 17 મિલકતો દૂર કરી 30 મીટર પહોળો રસ્તો બનાવાશે

રાજ્યની અનેક ગ્રામ પંચાયતો સુધી આજે રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો પહોંચી નથી. આવા સમયે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે ધિરાણ મેળવવાનું સહકારી માળખું જ એકમાત્ર અને મુખ્ય સ્ત્રોત છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આવા લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને સાથે સાથે રાજ્યનું સહકારી ધિરાણ માળખું પણ વધુ સુદ્રઢ બનશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agriculture Loan Subsidy Bhupendra Patel Government Gujarat Farmers

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ