ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:28 PM, 27 October 2026
1/7
સુહાગન મહિલાઓ માટે કરવા ચૌથ એક વિશેષ તહેવાર છે. આ દિવસે પતિની લાંબી આયુ, સારા સ્વાસ્થ્ય અને સુખી વૈવાહિક જીવનની કામનાથી વ્રત રાખવામાં આવે છે. સવારે સરગી લઈને વ્રતની શરૂઆત થાય છે, બપોરે કથા સંભળાય છે અને સાંજે ચંદ્રને અર્ઘ્ય આપીને વ્રતનું પારણ થાય છે. 2026માં તારીખને લઈને થોડી અસમંજસ હતી – કોઈ 29 ઓક્ટોબર કહે છે તો કોઈ 30. ચાલો જાણીએ તેના વિષે.
2/7
કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 ઑક્ટોબરે રાત્રે 1:06 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 10:09 વાગ્યે પૂરી થશે. કરવા ચૌથના વ્રતમાં ચંદ્રોદય સમયે ચતુર્થી તિથિ હોવી જરૂરી માનવામાં આવે છે. 29 ઓક્ટોબરે ચંદ્ર નીકળતી વખતે ચતુર્થી જ રહેશે આથી સમગ્ર ભારતમાં વ્રત 29 ઓક્ટોબરે જ રાખવામાં આવશે.
ADVERTISEMENT
3/7
કરવા ચૌથની પૂજા સાંજે 5:38થી 6:56 સુધી કરી શકાય છે. આ સમયમાં મહિલાઓ ભગવાન શિવ, મા પાર્વતી, ગણેશજી અને કરવા માતાની આરાધના કરી શકે છે. પૂજા સમયે કથા સાંભળવી કે વાંચવી પણ પરંપરા છે. અલગ-અલગ શહેરોમાં સૂર્યાસ્ત અને સ્થાનિક પંચાંગ મુજબ સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે આથી પોતાના વિસ્તારના પંચાંગથી મુહૂર્તની પુષ્ટિ કરી લેવી જોઈએ.
4/7
નવી દિલ્હીમાં 29 ઑક્ટોબરે ચંદ્રોદય આશરે રાત્રે 8:17 વાગ્યે થશે. ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપ્યા બાદ વ્રતનું પારણ કરવામાં આવે છે. યાદ રાખો કે દરેક શહેરમાં ચંદ્રોદયનો સમય અલગ હોય છે. હવામાન, વાદળ કે ઊંચી ઇમારતોને કારણે ચંદ્ર દેખાવામાં મોડું પણ થઈ શકે છે. તેથી પોતાના શહેરના ચંદ્રોદયનો સમય જરૂર તપાસી લો.
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ