ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / રશ્મિકા પછી વિજય દેવરકોંડાએ પણ ટ્રોલર્સને આપ્યો ઝડબાતોડ જવાબ, કિસ વાળી ફોટો શેર કરી બોલ્યા- "ભાડ મેં જાઓ"

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / રશ્મિકા પછી વિજય દેવરકોંડાએ પણ ટ્રોલર્સને આપ્યો ઝડબાતોડ જવાબ, કિસ વાળી ફોટો શેર કરી બોલ્યા- "ભાડ મેં જાઓ"

Last Updated: 06:28 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રશ્મિકા મંદાના સાથેના સંબંધને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે વિજય દેવરકોંડાએ રોમેન્ટિક તસવીર શેર કરીને ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો છે.

1/6

photoStories-logo

1. વિજયનો ટ્રોલર્સને જવાબ

રશ્મિકા મંદાના પછી હવે તેમના પતિ વિજય દેવરકોંડાએ પણ ટ્રોલર્સને કડક જવાબ આપી દીધો છે. બંનેની લવ સ્ટોરી પર સવાલ ઊઠાવનારાઓ માટે વિજયે એક એવી પોસ્ટ શેર કરી છે જેમાં પત્ની પ્રત્યેનો પ્યાર અને ટ્રોલર્સ પ્રત્યેનો ગુસ્સો બંને સ્પષ્ટ દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રોમેન્ટિક તસવીર

વિજયે રશ્મિકા સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરી જેમાં એક્ટ્રેસ તેમના માથા પર પ્યારથી કિસ કરતા દેખાય છે. સાથે એક વીડિયો પણ મૂક્યો છે, જેમાં રશ્મિકા પતિના ખભા પર બેસીને ઘરમાં ફરતા દેખાય છે અને વિજય તેમને ઊંચકીને આમ તેમ ફરે છે. બંનેની આ કેમિસ્ટ્રી જોઈને ફેન્સ ખુશ થઈ રહ્યા છે પરંતુ પોસ્ટનો છેલ્લો ભાગ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. "મારી બેસ્ટ ફ્રેન્ડ"

વિજયે લખ્યું કે,“મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી પત્ની, મારી જીંદગીની ઔરત. મારા જીવનના સૌથી સુંદર ભાગોમાંથી એક, જેને મેં બિલકુલ સાચું પસંદ કર્યું છે.” ત્યારબાદ તેને એ લોકોને જવાબ આપ્યો જેઓ બંનેના સંબંધને લઈને વધારે પડતી ચિંતા જતાવી રહ્યા હતા. તેને લખ્યું કે, “જે લોકોને અમારી ચિંતા છે તેમને જણાવી દઉં કે અમે બંને ખૂબ ખુશ છીએ. હું પોતાને ખુશનસીબ માનું છું.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોઈ ફર્ક નથી પડતો

પોસ્ટની આગળની લાઇન પણ મજબૂત છે. વિજયે લખ્યું કે, “જો દુનિયા સામે હું અને તે છે, તો એવું જ સાચું.” આ એક લાઇનથી તેને સ્પષ્ટ કરી દીધું કે લોકો શું વિચારે છે તેનાથી તેમના સંબંધ પર કોઈ અસર નથી પડતી. બંને એકબીજા સાથે ખુશ છે અને જરૂર પડે તો આખી દુનિયા સામે એકબીજાનો સાથ આપવા તૈયાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ટ્રોલર્સ માટે બેધડક

છેલ્લે વિજયે ટ્રોલર્સ માટે બેધડક લખ્યું કે, “અને બાકી બધા લોકો ભાડમાં જાઓ.” આ સાથે તેને સ્પષ્ટ કરી દીધું કે જે લોકો તેમના સંબંધમાં વગર કારણે દખલ કરી રહ્યા છે, તેમના માટે તેમની પાસે કોઈ સફાઈ નથી અને ન તો કોઈ ખાસ આદર બતાવવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તાજેતરનું નિવેદન

આ પોસ્ટ રશ્મિકાના તાજેતરના નિવેદન બાદ આવી છે. કરણ જોહરના શોમાં રશ્મિકાએ કહ્યું હતું કે લગ્ન માટે તેને વિજયને લગભગ એક વર્ષ સુધી મનાવ્યા અને લગભગ 100 વાર કહ્યું, ત્યારે જ તે રાજી થયા. આ વાત પર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થઈ. કોઈએ વિજયને ‘રેડ ફ્લેગ’ કહ્યો, તો કોઈએ રશ્મિકાને વધુ સારો પાર્ટનર પસંદ કરવાની સલાહ આપી. ત્યારબાદ રશ્મિકાએ 8 પેઝની નોટ શેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાના બંદાના પ્યારમાં પાગલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vijay Trolls Reply Rashmika Mandanna Vijay Deverakonda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ