ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા; બનાસકાંઠાના ખેડૂતો પણમુશ્કેલીમાં છે
Last Updated: 07:39 PM, 26 October 2026
ADVERTISEMENT
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતાં બનાસકાંઠા જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અછતની અસર માત્ર ખેડૂતો પૂરતી સીમિત નથી, પરંતુ પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસચારાની અછતને કારણે પશુધન નિભાવવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને રાહત મળે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
ADVERTISEMENT
તેમણે સરકાર સમક્ષ માગ કરી કે બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પાકના નુકસાન સામે યોગ્ય વળતર આપવામાં આવે. સાથે જ પશુપાલકો માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવા મનરેગા અંતર્ગત તાત્કાલિક કામો શરૂ કરવામાં આવે.
સિંચાઈના મુદ્દે પણ ગેનીબેન ઠાકોરે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે કેનાલો મારફતે પૂરતું પાણી ન મળવાને કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોને રાહત આપવા માટે કેનાલ દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
ADVERTISEMENT
વધુમાં, ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવાની અને ખેડૂતોનાં દેવા માફ કરવાની માગ કરી છે. તેમના મતે, વરસાદની અનિશ્ચિતતા અને પાકના નુકસાનથી ખેડૂતોને આર્થિક સુરક્ષા મળે તે માટે વીમા યોજના અને દેવા માફી જેવા નિર્ણયો મહત્ત્વના છે.
આ પણ વાંચોઃ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો, કહ્યું-"સરકાર હંમેશા ખેડૂતો માટે હમદર્દ છે"
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે સરકારને અપીલ કરી છે કે બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહતનાં પગલાં લેવામાં આવે, જેથી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.