ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કાશવીની એન્ટ્રીથી લવ ગિલની આંખોમાં આંસુ, સ્કાઉટ ઓપી સાથેના સંબંધોમાં આવી તિરાડ!

Bigg Boss 20 / કાશવીની એન્ટ્રીથી લવ ગિલની આંખોમાં આંસુ, સ્કાઉટ ઓપી સાથેના સંબંધોમાં આવી તિરાડ!

Published By: Nirav Kumar

Last Updated: 04:22 PM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 20માં લવ ગિલ અને સ્કાઉટ ઓપીની મિત્રતા હવે વિવાદમાં ફેરવાઈ છે તો કાશવીના આરોપો બાદ ઘરમાં સંબંધોનું સમીકરણ બદલાતું જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ 20’માં સંબંધો અને સમીકરણો દરરોજ બદલાતાં જોવા મળી રહ્યાં છે. છેલ્લા અમુક સમયથી લવ ગિલ અને સ્કાઉટ ઓપીની નજીકતા ચર્ચામાં હતી પરંતુ હવે આ મુદ્દો માત્ર ઘરના સભ્યો પૂરતો સીમિત રહ્યો નથી. વીકએન્ડ કા વાર દરમિયાન રોહિત શેટ્ટીએ બંનેને તેમની નિકટતા અંગે સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવીની એન્ટ્રીએ વિવાદને નવો વળાંક આપી દીધો છે.

કાશ્વીની વાતો સ્કાઉટ માટે કોન્ફિડન્સ બૂસ્ટર જેવી હતી પરંતુ લવ ગિલ માટે એક આઘાત સમાન સાબિત થઈ. તેમને આ વાતો એટલી ખરાબ લાગી કે તેઓ રડી પડ્યા હતા. લવે સ્કાઉટને કહ્યું કે તેમનું જીવન અને કરિયર બંને બરબાદ થઈ ગયા છે. ઇન્ટરનેટે પણ લવને સપોર્ટ કર્યો. આ આખી ઘટના બાદ બંને વચ્ચેનો સંબંધ કેવો રહેશે તેની ઝલક પણ નવા પ્રોમોમાં જોવા મળી છે.

નવા પ્રોમોમાં લવ ગિલે સ્કાઉટને સીધો સવાલ પૂછ્યો કે જ્યારે તેમની ગર્લફ્રેન્ડ તેમના પર આરોપ લગાવી રહી હતી ત્યારે તે કેમ ચૂપ રહ્યા? તે વખતે કંઈ કેમ ન બોલ્યા? લવનું કહેવું છે કે સ્કાઉટ એકદમ બદલાઈ ગયા છે. તેને યાદ અપાવ્યું કે અગાઉ તેને કહ્યું હતું કે અંત સુધી તેમની સાથે ઊભા રહેશે અને ક્યારેય છોડશે નહીં. આમ્રપાલી દુબેએ સ્કાઉટનો પક્ષ લીધો અને કહ્યું કે જો કાલે કાશ્વીની સામે કંઈ ન બોલ્યા તો હવે તેની ભરપાઈ શું કરી શકે? લવ માને છે કે સ્કાઉટની ચુપ્પી બહાર ખોટો મેસેજ આપશે પરંતુ આમ્રપાલીનું કહેવું છે કે લોકોને ચૂપી કરતાં મસાજવાળી વાત વધુ ખોટી લાગી છે. આથી આટલો મોટો બવાલ ઊભો થયો.

લવની વાતો સાંભળીને સ્કાઉટે પોતાની સફાઈ આપવાનો પ્રયાસ કર્યો. તેને કહ્યું કે વીકેન્ડ કા વાર બાદ તે પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે. આ આખા મામલાને કારણે તેમના અને કાશ્વીના ઘરમાં વાતાવરણ ખરાબ થઈ ગયું છે. સ્કાઉટે લવ પર ગુસ્સો પણ કર્યો અને સિચ્યુએશન સમજવાની અપીલ કરી. છેલ્લે તેને કહ્યું કે હવે તે બંને વચ્ચે એક રેખા ખેંચવા માંગે છે. કે વધુમાં વધુ આ શોમાંથી બહાર નીકળી શકે છે.

શું હતો કાંબળા નીચે મસાજનો વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે સ્કાઉટ ઓપી લવ ગિલને પથારીમાં મસાજ આપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે લવ પર કાંબળો ઓઢાડ્યો હતો અને મસાજ ચાલુ રાખી હતી. બાદમાં ગરદન પાસે મસાજ કરતી વખતે લવની પ્રતિક્રિયાઓને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી.

વધુ વાંચો : સલમાન ખાન બાદ આમિર ખાનના ઘરની પણ રેકી થયાનો દાવો, શૂટર્સે બદલી હુમલાની યોજના!

આ સીન સામે આવ્યા બાદ દર્શકોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. મામલો એટલો વધી ગયો કે વીકએન્ડ કા વાર દરમિયાન રોહિત શેટ્ટીએ પણ બંનેને આ મુદ્દે સીધા સવાલો કર્યા હતા. રોહિતે સમજાવ્યું હતું કે કેમેરા સામે દેખાતી અમુક બાબતો લોકો અલગ રીતે લઈ શકે છે આથી પોતાની વર્તણૂક અંગે સાવચેત રહેવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 20 Love Gill Scout OP

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ