ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસે દંપતીએ ગળે ફાંસો ખાધો, 4 લાખનું 8 લાખ વ્યાજ થયું, રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા
Last Updated: 10:32 AM, 26 October 2026
ADVERTISEMENT
રાજકોટમાં વધુ એક વાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. શહેરમાં વ્યાજખોરોના આતંકને કારણે એક દંપતિએ લસણના કારખાનામાં જ્યાં તેઓ કામ કરતા હતા ત્યાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ADVERTISEMENT
4 લાખની રકમ પર રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા
રમેશ ચાવડા અને તેના પત્ની ભારતી ચાવડાએ 4 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા જેનું વ્યાજ સહિત 8 લાખ રકમ ચૂકવવા દબાણ હતું. જ્યારે વ્યાજ લીધા ત્યારે રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા હતા, વ્યાજ વધીને 8 લાખ રૂપિયા થઈ ગયા હતા. ત્યારબાદ 8 લાખના રોજના રૂપિયા 70 હજાર ચૂકવવાના હતા, રોજ આટલી મોટી ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી કપલે મોતને ગળે લગાડી લીધું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : સુરતમાં પત્ની તરીકે રહેતી મહિલાએ અસલી પતિ અને પુત્ર સાથે મળીને આધેડ પતિની હત્યા કરી
ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ
ADVERTISEMENT
ભક્તિનગર પોલીસે ઘટનાસ્થળે આવીને બન્નેની લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.