ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉનામાં દીપડો 9 વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યો, પરિવારજનોએ પાછળ દોડીને દીકરાને બચાવ્યો

ગુજરાત / ઉનામાં દીપડો 9 વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યો, પરિવારજનોએ પાછળ દોડીને દીકરાને બચાવ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 08:20 AM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નાદણ ગામે પરિવાર સાથે વાડીમાં રમી રહેલા 9 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં નાદણ ગામે પરિવાર સાથે વાડીમાં રમી રહેલા 9 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ દીપડો બાળકને મોંમાં દબાવીને ભાગ્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનોએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના હિંમતભેર દીપડાનો પીછો કરતાં આખરે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને સીમ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વન વિભાગે પાંજરું ગોઠવીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

અમરેલીમાં પણ દીપડાનો હુમલો

અમરેલીના હનુમાન ખીજડિયા ગામે ખેતરમાં પિતા સાથે રમતા 7 વર્ષના સાયારામ પર દીપડાએ હુમલો કર્યો. ચહેરા અને નાકના ભાગે ગંભીર ઈજા થતાં બાળક જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળક ખેતરમાં પિતા સાથે રમતો હતો ત્યારે કપાસના પાકમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળક પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં બાળકના ચહેરા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા સમયે બાળકના પિતાએ સમયસૂચકતા વાપરી બૂમાબૂમ કરતાં દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત સાયારામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ બાળક જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ

ગામ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

ચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ