ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દેશમાં પહેલી વાર : 2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, હર્ષ સંઘવીનું એલાન
Last Updated: 05:53 PM, 25 October 2026
ADVERTISEMENT
ગુજરાત માટે વધુ એક ઐતિહાસિક ક્ષણ આવી છે. ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશને 2029ની 'વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ' માટે અમદાવાદની પસંદગી કરી છે એટલે 2029માં અમદાવાદના આંગણે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે જેમાં દુનિયાના મહાન વેઈટલિફ્ટર્સ ખેલાડીઓ ગુજરાતના મહેમાન બનશે.
ADVERTISEMENT
BIG NEWS for India! Ahmedabad will host the 2029 IWF World Weightlifting Championships! After the Commonwealth Weightlifting Championships 2025 and the Asian Weightlifting Championships 2026, the world's best weightlifters are now coming to Gujarat.
— Harsh Sanghavi (@sanghaviharsh) October 25, 2026
ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખે શું કહ્યું?
ADVERTISEMENT
ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે, IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલીવાર ભારતમાં આવી રહી છે અને તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. રશિયા અને વેનેઝુએલાએ 2029 ચેમ્પિયનશિપ માટે જોરદાર દાવેદારી કરી હતી પરંતુ દાવેદારી ભારતને મળી છે.
વધુ વાંચો : VIDEO : કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ PM મોદી પર કરી વિવાદીત ટીપ્પણી, સભામાં થયો મોટો હોબાળો
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ એક્સ પર જાહેરાત કરી
નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને ખેલાડીઓને અપાતા પ્રોત્સાહનને પગલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારત અને ખાસ કરીને ગુજરાત પર સંપૂર્ણ ભરોસો દર્શાવી રહી છે. આ મેગા ઇવેન્ટના આયોજનથી ગુજરાતના સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે અને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વધુ સુદ્રઢ બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો