ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / છોટાઉદેપુરમાં પિતાએ ગળું દબાવીને 8 વર્ષના પુત્રની હત્યા કરી, લાશ ખાડામાં નાખી, પછી આપઘાતનો પ્રયાસ
Last Updated: 03:36 PM, 25 October 2026
ADVERTISEMENT
છોટાઉદેપુરના પાવીજેતપુરમાં એક પિતાએ પોતાના જ આઠ વર્ષના માસૂમ પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
ADVERTISEMENT
ગળું દબાવી લાશ પાણી ભરેલા ખાડામાં ફેંકી
જેતપુર પાવી તાલુકા ના, સુસ્કાલ ગામ નજીક ઓરસંગ નદીના કિનારે પિતા જયેશભાઈ નાયકા પોતાના આઠ વર્ષના પુત્રને લઈ ગયા હતા. જ્યાં તેમણે કથિત રીતે પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ નદીના કિનારે પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ
પુત્રની હત્યા બાદ પિતા જયેશભાઈ નાયકાએ પોતાના ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં મળી આવેલા પિતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

એલ. પી રાણા
ADVERTISEMENT
પાવી જેતપુર, પી. આઈ
પિતાએ તેના 8 વર્ષના પુત્રની હત્યા કરી કારણ એવું છે કે પાંચ વર્ષ પહેલા આરોપીના પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને તે ટેન્શનમાં રહેતો હતો. તે મેન્ટલી ડિસ્ટર્બ રહેતો હતો તેથી તેણે આવું પગલું ભર્યું હોઈ શકે. આરોપીએ પુત્રની હત્યા બાદ પોતે પણ બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી હાલ વડોદરામાં તેની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
પત્ની ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને જતી રહી
જયેશભાઈની પત્ની ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને જતી રહી હતી. આ પારિવારિક પરિસ્થિતિને કારણે તેઓ માનસિક તણાવમાં હોવાની વાત સામે આવી છે. જોકે, ઘટનાના ચોક્કસ કારણો અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે. બીજી તરફ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકાની ફરિયાદના આધારે પાવીજેતપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિતા અને પુત્ર સાથે સંકળાયેલી આ કરુણ ઘટનાને પગલે સુસ્કાલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.