ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:39 PM, 25 October 2026
ADVERTISEMENT
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ઑનલાઇન પોર્ટલ સાથે જોડાયેલી ડેટા લીકની ઘટનામાં 500થી વધુ ફિલ્મોના ડોક્યુમેન્ટ જાહેર થઈ ગયાની માહિતી સામે આવી છે. આ ડોક્યુમેન્ટમાં ફિલ્મોની સ્ક્રિપ્ટ, સેન્સર બોર્ડના કટ ઓર્ડર અને બિઝનેસ ડીલ્સ જેવી વિગતોનો સમાવેશ થાય છે. આ ઘટનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ ડેટાની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
કયા પોર્ટલમાંથી લીક થયો ડેટા?
આ મામલો CBFCના e-Cinepramaan પોર્ટલ સાથે જોડાયેલો છે. જેમાં ફિલ્મ મેકર પોતાની ફિલ્મને સર્ટિફિકેટ અપાવવા માટે આ પોર્ટલ મારફતે જરૂરી ડોક્યુમેન્ટ અને અરજીઓ સબમિટ કરે છે. આ પોર્ટલ પર રહેલા અમુક ડોક્યુમેન્ટ સુધી અનધિકૃત રીતે પહોંચ મેળવીને તેમને Internet Archive પર ડાઉનલોડ કરી શકાય તે રીતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આથી ફિલ્મોની રિલીઝ પહેલાં ગુપ્ત રાખવામાં આવતી અમુક માહિતી પણ બહાર આવવાની ચિંતા વધી છે. હાલમાં ડેટા લીક કેવી રીતે થયો અને કુલ કેટલી માહિતી પ્રભાવિત થઈ છે, તે અંગે તપાસ ચાલી રહી છે
ADVERTISEMENT
આ ડેટા લીકમાં માત્ર ફિલ્મોની સ્ક્રિપ્ટ જ નહીં પરંતુ બીજા જરૂરી ડોક્યુમેન્ટ પણ સામેલ છે. તેમાં CBFCના કટ ઓર્ડર અને ફિલ્મો સાથે જોડાયેલા કારોબારી કરારો પણ છે. અમુક ડોક્યુમેન્ટમાં ડિસ્ટ્રિબ્યુશન ડીલ અને લાઇસન્સિંગ ફી જેવી માહિતી હોવાનું સામે આવ્યું છે. આવી માહિતી ફિલ્મ મેકર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ખૂબ મહત્વની હોય છે. જો તે જાહેર થઈ જાય તો બિઝનેસ ડીલ અને વાતચીત પર અસર પડી શકે છે. મતલબ એ નથી કે 500 ફિલ્મોની પૂરી મૂવી લીક થઈ ગઈ છે. મામલો મુખ્યત્વે તેની સાથે જોડાયેલા ડોક્યુમેન્ટનો છે.
CBFCએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને સિક્યોરિટી ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેટ આર્કાઇવે સંબંધિત અકાઉન્ટ હટાવીને સાયબર ક્રાઇમ અધિકારીઓને ફરિયાદ આપ્યાનું કહ્યું છે. જેમાં ભારતીય સાયબર સુરક્ષા એજન્સી CERT-Inને પણ આની જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં આ ડેટા લીક પાછળ કોની ભૂલ હતી અને કેટલી માહિતીનો ગેરઉપયોગ થયો તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ ઘટનાએ ફરીથી પ્રશ્ન ઊભો કર્યો છે કે સરકારી ઓનલાઇન પોર્ટલ પર રાખવામાં આવેલા સંવેદનશીલ ડોક્યુમેન્ટ કેટલા સુરક્ષિત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ