ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / આદરજ-પુન્દ્રસણ રોડ પર અકસ્માત, કાર કેનાલની દીવાલ સાથે અથડાતાં બે યુવકનાં મો*ત અને બે મિત્રોને ગંભીર ઈજા!
Last Updated: 01:16 PM, 25 October 2026
ADVERTISEMENT
ગાંધીનગર જિલ્લાના આદરજ મોટીથી પુન્દ્રસણ ચોકડી તરફ જતા કાચી કેનાલ રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારવામાં આવી રહેલી કિયા કાર કેનાલના રોડની દીવાલ સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર બે યુવકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પેથાપુર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મિત્રને ઘરે મૂકવા જતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, સરઢવ ગામના મહેન્દ્રભાઈ સાંકાભાઈ પટેલના 22 વર્ષીય પુત્ર ધર્મ પટેલ અને તેના મિત્રો ગત 23 ઓક્ટોબરની રાત્રે આશરે 11:30 વાગ્યે કિયા કાર લઈને સરઢવથી કુડાસણ તરફ જવા નીકળ્યા હતા. કારમાં હેત બાળાકૃષ્ણ પટેલ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, જ્યારે પાછળની સીટ પર ધર્મ પટેલ, યશ દીપકભાઈ પટેલ અને દીપ વાડીભાઈ પટેલ બેઠા હતા.
ADVERTISEMENT
ચારેય મિત્રો યશને તેના ઘરે મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આદરજ મોટીથી પુન્દ્રસણ ચોકડી તરફ જતા કાચી કેનાલ રોડ પર કારચાલક હેતે કથિત રીતે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી કેનાલના રોડની દીવાલ સાથે અથડાઈ હતી.
એક યુવકનું ઘટનાસ્થળે, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત
ADVERTISEMENT
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર દીપ વાડીભાઈ પટેલને કમરના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ, યશ દીપકભાઈ પટેલને પેટના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન યશનું પણ મોત નીપજ્યું હતું. આ રીતે અકસ્માતમાં બે મિત્રોએ જીવ ગુમાવતાં પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ADVERTISEMENT
કારચાલક સહિત બે યુવકોને ઈજા, પોલીસ તપાસ શરૂ
આ અકસ્માતમાં કારચાલક હેત બાળાકૃષ્ણ પટેલ અને ધર્મ પટેલને પણ ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સેક્ટર-6 સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભરૂચના અંકલેશ્વર GIDCમાં પત્નીની હ*ત્યાની ઘટના, આડા સંબંધની આશંકાએ ઝઘડો થયાની માહિતી
ઘટનાની જાણ થતાં પેથાપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. મૃતક ધર્મ પટેલના પિતા મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે કારચાલક હેત બાળાકૃષ્ણ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં જવાબદારી કોની છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.