ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કાનપુરમાં ભાભીએ દાંતથી દિયરના પ્રાઇવેટ પાર્ટમાં બચકું ભર્યું, હોસ્પિટલમાં 55 ટાંકા લેવા પડ્યા!

ક્રાઈમ / કાનપુરમાં ભાભીએ દાંતથી દિયરના પ્રાઇવેટ પાર્ટમાં બચકું ભર્યું, હોસ્પિટલમાં 55 ટાંકા લેવા પડ્યા!

Published By: Nirav Kumar

Last Updated: 02:11 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં બાળકો વચ્ચેનો ઝઘડો પરિવારના સભ્યો સુધી પહોંચતાં એવી હિંસક ઘટના બની કે એક યુવકને હોસ્પિટલમાં 55 ટાંકા લેવા પડ્યા. જેમાં ભાભી પર દિયર પર હુમલો કરી તેના પ્રાઇવેટ પાર્ટ પર બચકું ભરવાનો આરોપ છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પારિવારિક વિવાદની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં બાળકો વચ્ચે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં મોટાઓના ઝઘડામાં ફેરવાઈ ગઈ અને મામલો એટલો વણસ્યો કે એક યુવકને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જેમાં આરોપ છે કે યુવકની ભાભીએ ગુસ્સામાં તેના પ્રાઇવેટ પાર્ટ પર દાંત વડે બચકું ભરી લીધું. જેની ઈજા એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન ડૉક્ટરોએ યુવકને 55 ટાંકા લેવા પડ્યા હતા.

આ મામલે ઘાયલ યુવકની પત્નીએ પોતાની જેઠાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ACPના જણાવ્યા અનુસાર યુવકની ભાભીએ તેના પર હુમલો કરીને પ્રાઇવેટ પાર્ટ પર બચકું ભર્યું હતું. પોલીસને ઝઘડાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. જેમાં ઘાયલને તુરંત હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો.

આ ઘટનાની શરૂઆત બાળકો વચ્ચેના વિવાદથી થઈ હતી. યુવકે પોતાની ભાભીના દીકરાના કોઈ વિવાદ વચ્ચે માર પિટ કરી હતી. ભાભીનો દીકરો પોતાની કાકીના ઘરે ગયો હતો જ્યાં ઝઘડો થયો. તે દરમિયાન યુવકની પત્નીએ પણ તેને ઠપકો આપ્યો હતો. બાળકે આ વાત પોતાની માતાને કહી તો તે નારાજ થઈ ગઈ.

બાળકની માતા ઘટનાસ્થળે પહોંચી અને પોતાની દેરાણી તથા દિયર સાથે ઝઘડો શરૂ કર્યો. બોલાચાલી વચ્ચે મામલો એટલો વધી ગયો કે બાળકની માતા એટલે કે યુવકની ભાભીએ યુવકના પ્રાઈવેટ પાર્ટ પર બચકું ભર્યું હતું. આથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો. તેના પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પહેલા ઘાટમપુર CHCમાં દાખલ કરાવ્યો હતો બાદમાં કાનપુરના હેલેટ હોસ્પિટલ માટે રેફર કરવામાં આવ્યો. ડોક્ટરોએ તુરંત સારવાર શરૂ કરી અને 55 ટાંકા લગાવ્યા હતા.

વધુ વાંચો : હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, મોડલ શ્રદ્ધા દુબેના હાથમાં હાથ નાખીને જતો દેખાયો બિઝનેસમેન શિવા શર્મા

ACP ઘાટમપુરના જણાવ્યા અનુસાર ઘાયલ યુવકની પત્નીએ જેઠાણી સામે રિપોર્ટ નોંધાવ્યો છે. ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જેઠાણીના પતિ ગુજરાતમાં નોકરી કરે છે આ ઘટનાની જાણ થતાં તે પણ પાછા આવી રહ્યા છે. પોલીસ આ આખા મામલાની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanpur Crime News Bhabhi Attack Family Dispute

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ