ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:22 PM, 25 October 2026
ADVERTISEMENT
અફીણની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે નિયમો વધુ કડક બનાવી દીધા છે. કેન્દ્ર સરકારે અફીણ પોસ્તા લાઇસન્સના ફાળવણી અને નીતિગત નિયમોમાં મોટો ફેરફાર કરીને મોર્ફિનની મીનીમમ ઉપજની માત્રા વધારી દીધી છે. હવે ખેડૂતોએ પોતાનું લાઇસન્સ જાળવી રાખવા કે નવો પટ્ટો મેળવવા માટે વધુ ઉત્પાદકતા અને ક્વોલીટીના કડક માનદંડો પર ખરા ઊતરવું પડશે.
ADVERTISEMENT
સરકારે 2026-27 પાક વર્ષ માટે અફીણની ખેતીનું લાઇસન્સ મેળવવા માટે મોર્ફિનની મીનીમમ ઉપજની લીમીટ વધારી છે. જેમાં મુખ્ય પાત્રતા કેટેગરી હેઠળ લાયકાત મેળવવા માટે ખેડૂતોએ 2025-26 પાક વર્ષમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 4.4 કિલોગ્રામ મોર્ફિનની ઉપજ હાંસલ કરવી પડશે. ગયા વર્ષની નીતિમાં આ મર્યાદા 4.2 કિલોગ્રામ હતી. 2027-28માં લાઇસન્સ મેળવવા માટે તેમને 2026-27માં પ્રતિ હેક્ટર 5.9 કિલોગ્રામ મોર્ફિનની ઉપજ મેળવવી પડશે.
નાણા મંત્રાલયે 23 ઑક્ટોબરે ત્રણ નોટિફિકેશન જાહેર કરીને વાર્ષિક લાઇસન્સિંગ નીતિની જાહેરાત કરી છે. તેમાં 1 ઑક્ટોબર 2026થી શરૂ થતા પાક વર્ષ માટેની પાત્રતાની શરતો અને ખેતી માટે મંજૂર વિસ્તારોની વિગતો આપવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ પાકની ક્વોલીટી અને મોર્ફિન નિષ્કર્ષણ ક્ષમતામાં સુધારો કરવાનો છે, સાથે જ અફીણના ગેરકાયદેસર ડાયવર્ઝન પર કાબૂ મેળવવા માટે વહીવટી દેખરેખને વધુ મજબૂત બનાવવાનો છે.
ADVERTISEMENT
અફીણની ખેતી પર કડક નિયંત્રણ છે અને કેન્દ્ર સરકાર તરફથી તેના ઉત્પાદન માટે લાઇસન્સ ઈશ્યુ કરવામાં આવે છે. આ પાકમાંથી અફીણ અને આલ્કલોઇડ મળે છે, જેનો ઉપયોગ પીડા નિવારક દવાઓ સહિત અનેક પ્રકારની ઔષધીઓમાં થાય છે. જે ખેડૂતો un-lanced પોસ્તાના સ્ટ્રો માટે ખેતી કરે છે, તેમના માટે વર્તમાન વર્ષમાં પાત્રતા માટે ઉપજની લીમીટ 800 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નક્કી કરવામાં આવી છે જે 2025-26ના ઉત્પાદન પર આધારિત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ નીતિગત ફેરફારથી દેશના મુખ્ય અફીણ ઉત્પાદક રાજ્યોના ખેડૂતોની કાર્યપ્રણાલી અને પાક વ્યવસ્થાપન પર સીધી અસર પડવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ