ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પહેલા માળેથી પટકાતાં યુવકના હાથ-આંખમાં લોખંડનો સળિયો આરપાર ઘુસ્યો, મશીનથી સળિયો કાપી હોસ્પિટલ ખસેડાયો

ક્રાઈમ / પહેલા માળેથી પટકાતાં યુવકના હાથ-આંખમાં લોખંડનો સળિયો આરપાર ઘુસ્યો, મશીનથી સળિયો કાપી હોસ્પિટલ ખસેડાયો

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 09:48 AM, 26 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક યુવાન પહેલા માળેથી પડી જતાં તેની આંખ અને હાથમાં લોખંડનો સળિયો ઘુસ્યો હતો.

ADVERTISEMENT

સુરતના બારાસડી ગામે નિર્માણધીન સ્વામિનારાયણ મંદિરના પહેલા માળેથી એક યુવક પટકાયો હતો, યુવક લોખંડના સળિયા પર પડ્યો હતો જેને કારણે તેના હાથ અને આંખમાંથી સળિયો આરપાર થયો હતો. 18 વર્ષીય કિરણ ડામોર તેના મોટા ભાઈને પાણી આપવા ગયો ત્યારે આ બનાવ બન્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા કરાયેલા 3.5 ફૂટ લાંબા લોખંડના સળિયા આંખ અને હાથમાં આરપાર ખૂંપ્યો હતો. ઘટનાસ્થળે જ ગ્રાઈન્ડર મશીનથી સળિયો કાપી યુવકને તાબડતોબ સુરત નવી સિવિલ ખસેડાયો હતો.

બારડોલીથી સુરતની હોસ્પિટલ ખસેડાયો

કિરણને તાત્કાલિક બારડોલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સ્થિતિ અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આંખ અને હાથમાં આરપાર સળિયો ઘૂસેલી હાલતમાં યુવકને જોઈને મેડિકલ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.

વધુ વાંચો : સુરતમાં પત્ની તરીકે રહેતી મહિલાએ અસલી પતિ અને પુત્ર સાથે મળીને આધેડ પતિની હત્યા કરી

આંખ-હાથમાંથી સળિયો બહાર કાઢ્યો, તબિયત નાજૂક

નવી સિવિલ હોસ્પિટલના ન્યૂરોસર્જરી વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ફાયર બ્રિગેડની મદદ મેળવી બહાર રહેલા વધારાના સળિયા કપાવ્યા હતા. ત્યારબાદ તબીબોએ કટોકટીમાં હાથ ધરેલા અઢી કલાક લાંબા ઓપરેશન બાદ આંખ અને હાથમાંથી સળિયા સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. જોકે, આ ભયાનક અકસ્માતમાં મગજની મુખ્ય નસો ડેમેજ થઈ ગઈ હોવાથી બ્લડ સર્ક્યુલેશન અટકી ગયું છે. હાલ યુવકને આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને તેની તબિયત અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.

ચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ