ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ITR ફાઇલ કરવાની તારીખ વધી, નવી ડેડલાઇન ચૂકી ગયા તો ₹5,000 સુધીનો દંડ ભરવો પડી શકે!

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ITR ફાઇલ કરવાની તારીખ વધી, નવી ડેડલાઇન ચૂકી ગયા તો ₹5,000 સુધીનો દંડ ભરવો પડી શકે!

Last Updated: 03:10 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

CBDTએ ટેક્સ ઑડિટ હેઠળ આવતા ટેક્સપેયરને મોટી રાહત આપતાં રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2026 સુધી લંબાવી છે. પરંતુ આ રાહત દરેકને મળવાની નથી.

1/6

photoStories-logo

1. ઇન્કમ ટેક્સ રિટ

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તૈયારી કરી રહેલા ટેક્સપેયર માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા નાણાકીય વર્ષ સંબંધિત આકારણી વર્ષ 2026-27 માટે અમુક ટેક્સપેયરની ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ આ રિટર્ન 31 ઓક્ટોબર 2026 સુધીમાં ભરવાનું હતું, પરંતુ હવે કરદાતાઓને 21 નવેમ્બર 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તમામ ટેક્સપેયર માટે નથી સુવિધા

જોકે અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે. આ રાહત તમામ ટેક્સપેયર માટે નથી. જે લોકોના હિસાબોનું કાયદા મુજબ ટેક્સ ઑડિટ કરાવવું જરૂરી છે તેવા નક્કી કરેલા ટેક્સપેયરને જ આ વધારાના સમયનો લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કોને 21 નવેમ્બર સુધી ITR ભરવું પડશે?

જે ટેક્સપેયરની આવક વેપાર કે વ્યવસાયિક સેવાઓમાંથી થાય છે અને જેમને ઓડિટ રિપોર્ટ જમા કરાવવી ફરજિયાત છે તેમને દંડ અને ટેક્સ નોટિસથી બચવા માટે 21 નવેમ્બર સુધી રિટર્ન ભરી લેવું જોઈએ. તેમાં ઘરેલુ અને વિદેશી કંપનીઓ, એવા મોટા વેપારીઓ જેમનું વાર્ષિક ટર્નઓવર 1 કરોડ રૂપિયાથી વધુ છે, તથા ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, આર્કિટેક્ટ અને એન્જીનીયર જેવા પ્રોફેશનલનો સમાવેશ થાય છે, જેમની વાર્ષિક ગ્રોસ રિસીપ્ટ્સ 50 લાખ રૂપિયાથી વધુ કે અમુક કિસ્સામાં 75 લાખ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોને આ તારીખે ભરવાની જરૂર નથી?

નોકરિયાત લોકો અને સામાન્ય વ્યક્તિગત ટેક્સપેયર જેમને ઓડિટની જરૂર નથી હોતી, તેમના માટે ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026એ જ પૂરી થઈ ચૂકી છે. તેમજ નાના વેપારીઓ કે જેઓ કલમ 44AD કે 44ADA હેઠળ Presumptive Tax યોજનાનો લાભ લે છે અને ઓડિટ કરાવતા નથી તેમના માટે પણ આ ડેડલાઇન લાગુ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. જો ડેડલાઇન ચૂકી જાય તો શું થશે?

જો 21 નવેમ્બરની ટાઈમ લીમીટ ચૂકી જાય તો પણ ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 139(4) હેઠળ ‘બિલેટેડ રિટર્ન’ ભરવાનો ઓપ્શન રહે છે. એસેસમેન્ટ યર 2026-27 માટે બિલેટેડ રિટર્ન 31 ડિસેમ્બર 2026 સુધી કે એસેસમેન્ટ પૂર્ણ થાય તે પહેલાં, જેમાં જે પહેલું હોય તે ભરી શકાય છે. જોકે કલમ 234F હેઠળ 21 નવેમ્બર પછી રિટર્ન ભરવા પર ફરજિયાત લેટ ફી ભરવી પડશે. જો કુલ વાર્ષિક કરપાત્ર આવક 5 લાખથી વધુ હોય તો 5000 રૂપિયાની લેટ ફી લાગશે. જો વાર્ષિક આવક 5 લાખ કે તેનાથી ઓછી હોય તો 1000 રૂપિયાની લેટ ફી લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટેક્સપેયરે હવે શું કરવું જોઈએ?

જો તમારો વ્યવસાય ટેક્સ ઑડિટ હેઠળ આવે છે તો ITR ફાઇલ કરવા માટે છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ. તમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અથવા ટેક્સ સલાહકારની મદદથી જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને રિટર્ન સમયસર ભરી દો. જો તમે નોકરિયાત છો કે ઑડિટ લાગુ ન પડતો હોય તેવા વ્યક્તિગત ટેક્સપેયર છો તો તમારા માટે લાગુ પડતી સમયમર્યાદા અલગથી તપાસો. ખોટી ડેડલાઇન માનીને રાહ જોવાથી લેટ ફી કે બીજી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ITR Filing Deadline ITR Extension ITR Deadline
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ