અમદાવાદના શાહીબાગ વિસ્તારના બુટલેગરને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયાસ થતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. ખંડુભાઈ હોલ પાસે બનેલી આ ઘટના બાદ બુટલેગર મેપો ઠાકોર પોલીસથી બચીને ફરાર થઈ ગયો છે.
અમદાવાદમાં સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. CTM ટોલનાકા પાસે એક્સપ્રેસ હાઈવે પરથી આશરે 25.64 કરોડની કિંમતનું MD ડ્રગ્સ અને હેરોઇન જપ્ત કરીને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.