નવરાત્રી નજીક આવતાં નકલી ગરબા પાસ, APK ફાઈલ અને બનાવટી શોપિંગ ડીલના નામે સાયબર છેતરપિંડીનો ખતરો વધ્યો છે. અમદાવાદ પોલીસે નાગરિકોને અજાણી લિંક પર ક્લિક નહીં કરવા અને ઓનલાઈન ખરીદી પહેલાં વેબસાઇટ તથા વેચાણકર્તાની ખરાઈ કરવા અપીલ કરી છે.
ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને ડિસ્કાઉન્ટના નામે ગેરમાર્ગે દોરવાનું હવે મુશ્કેલ બનશે. કેન્દ્ર સરકાર ઈ-કોમર્સ કંપનીઓ માટેના ગ્રાહક સુરક્ષા નિયમોમાં મોટા ફેરફાર કરી રહી છે, જેમાં ભાવ, જાહેરાત અને ગ્રાહક અધિકારો અંગે વધુ પારદર્શિતા લાવવામાં આવશે.
આજે અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં એક તરફ વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ અને યોજનાઓની વાત થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના દેવાના આંકડા ચિંતા ઉભી કરે તેવા સામે આવ્યા છે. 2025-26 સુધીમાં રાજ્યનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ દેવા પર વ્યાજ અને મુદ્દલની ચૂકવણી પણ હજારો કરોડમાં થઈ રહી છે.