ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બુમરાહ અને શમી નથી... છતાં હજુ ભયમાં છે ન્યૂઝીલેન્ડ! ભારતીય પેસ અટૈક બીજી વનડે માં ફરી મચાવશે તબાહી?

IND vs NZ 2nd ODI / બુમરાહ અને શમી નથી... છતાં હજુ ભયમાં છે ન્યૂઝીલેન્ડ! ભારતીય પેસ અટૈક બીજી વનડે માં ફરી મચાવશે તબાહી?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:33 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs New Zealand 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે શનિવારે વેલિંગ્ટનમાં રમાશે.

ADVERTISEMENT

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે શનિવારે વેલિંગ્ટનમાં રમાશે. પહેલી મેચમાં અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ અને ગુરનુર બ્રરારએ પોતાની શાનદાર બોલિંગથી યજમાન બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. હવે, ભારતીય પેસ બોલરોએ વેલિંગ્ટનની ટૂંકી સ્ક્વયાર બાઉન્ડ્રીને અનુરૂપ પોતાની લેન્થમાં બદલાવ કરવો પડશે. મોહમ્મદ સિરાજની વાપસી પર પણ નજર રાખવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા અનુભવી ફાસ્ટ બોલરો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે વિરોધી ટીમના બેટ્સમેનોને રાહત મળશે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ભારતના યુવા અને બિનઅનુભવી પેસ આક્રમણે એટલું સારું પ્રદર્શન કર્યું કે યજમાન ટીમને તેમની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડ્યો. હવે ભારતીય ફાસ્ટ બોલરો પાસેથી શનિવારે વેલિંગ્ટનમાં બીજી વનડેમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થશે.

ઓકલેન્ડમાં રમાયેલી સીરીજની પહેલી મેચમાં અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ અને ગુર્નુર બરારે પોતાની બોલિંગથી નોંધપાત્ર પ્રભાવ પાડ્યો. તેમણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ખુલીને રમવા દીધા નહીં. મુખ્ય વાત એ હતી કે ત્રણેયે અલગ અલગ રીતે યજમાન ટીમને મુશ્કેલીમાં મૂકી. જ્યારે અર્શદીપે વિકેટ લીધી, ત્યારે કંબોજે પોતાની ચોક્કસ લાઇન અને લેન્થથી બેટ્સમેનોને બાંધી રાખ્યા.

46 ડોટ બોલ... આ રીતે કંબોજે ન્યૂઝીલેન્ડને નિયંત્રણમાં રાખ્યું

પ્રથમ વનડેમાં અંશુલ કંબોજ ભારતના સૌથી અસરકારક બોલરોમાંના એક હતા. તેણે 46 ડોટ બોલ ફેંકીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ બનાવ્યું. જ્યારે અન્ય બોલરોએ પીચમાંથી વધારાનો ઉછાળો હાસિલ કરવા માટે શોર્ટ બોલનો ઉપયોગ કર્યો, ત્યારે કંબોજે સતત ટેસ્ટ ક્રિકેટ લેન્થ પર બોલિંગ કરી. આ રણનીતિ અસરકારક સાબિત થઈ.

હવે, બીજી વનડેમાં કંબોજને અર્શદીપ સિંહ સાથે નવો બોલ શેર કરે તેવી શક્યતા નકારી શકાય નહીં. અર્શદીપ અને આકિબ નબીએ ઓકલેન્ડમાં બોલિંગ શરૂ કરી, પરંતુ કંબોજની ચાલ તેને આ ભૂમિકા માટે મજબૂત દાવેદાર બનાવી છે.

શું વેલિંગ્ટનમાં બોલિંગ રણનીતિ બદલાશે?

જોકે વેલિંગ્ટનમાં ભારતીય બોલરોને એક અલગ પડકારનો સામનો કરવો પડશે. ઓકલેન્ડના ઇડન પાર્કમાં સીધી બાઉન્ડ્રી ટૂંકી હતી, જ્યારે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં સ્ક્વાયર બાઉન્ડ્રી નાની છે. તેથી, ઝડપી બોલરોએ તેમની લેંથ બદલવી પડશે. શોર્ટ બોલથી બેટ્સમેનોને ફસાવવાને બદલે થોડી ફુલર લેંથ પર બોલિંગ વધુ અસરકારક બની શકે છે.

સિરાજની વાપસીથી કોનું સ્થાન જોખમમાં છે?

ભારતીય ટીમ પાસે મોહમ્મદ સિરાજના રૂપમાં અનુભવી વિકલ્પ પણ છે. આકિબ નબી પહેલી વનડેમાં વિકેટલેસ હતો. હવે સિરાજ બીજી મેચ માટે ઉપલબ્ધ હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર શક્ય છે. જોકે ટીમ મેનેજમેન્ટે હજુ સુધી તેના પત્તા ખોલ્યા નથી.

મેચ પહેલા સિરાજની તક વિશે પૂછવામાં આવતા ફિલ્ડિંગ કોચ શુભદીપ ઘોષે કહ્યું, "મને ખબર નથી. ટીમ મેનેજમેન્ટ તેના પર નિર્ણય લેશે."

રોહિત બેટિંગમાં પાછા ફરવાની અપેક્ષા

ભારતીય બેટિંગ અંગે રોહિત શર્મા બીજી વનડેમાં મોટી ઇનિંગ રમવાનું લક્ષ્ય રાખશે. તે શ્રેણીની શરૂઆતની પહેલી ઓવરમાં આઉટ થયો હતો. જોકે, તે પહેલાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણેની શ્રેણીમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. ટીમને આશા છે કે રોહિત વેલિંગ્ટનમાં પોતાનું ફોર્મ પાછું મેળવશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ IPL Auction / 40 કરોડ આપો તો જ IPLમાં રોકાઈશું, બે સ્ટાર ખેલાડીઓની ફ્રેન્ચાઇઝી સામે મોટી માગ, એકને જોઈએ કેપ્ટન્સી!

વિરાટ કોહલીએ પહેલી વનડેમાં જે રીતે બેટિંગ કરી હતી તેનાથી ભારતીય છાવણીમાં પણ રાહત મળી હશે. ઈડન પાર્કમાં વધારાના ઉછાળા છતાં કોહલી આરામદાયક દેખાતો હતો અને સરળતાથી બાઉન્ડ્રી મેળવી શકતો હતો. તેણે ભારતીય ઇનિંગ્સને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જોકે, અન્ય બેટ્સમેનોને શોર્ટ બોલનો સામનો કરવામાં મુશ્કેલી પડી. શ્રેયસ ઐયર અને અક્ષર પટેલને ન્યૂઝીલેન્ડના બોલરો દ્વારા બાઉન્સરથી સતત હેરાન કરવામાં આવતા હતા. બંનેને ઉછળતા બોલ સામે તેમની ટેકનિક સુધારવાની જરૂર પડશે. ન્યૂઝીલેન્ડના બોલરો બીજી વનડેમાં પણ આ નબળાઈને નિશાન બનાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ Virat Kohli ODI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ