ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભુજમાં ₹1 લાખના બદલે ₹3 લાખની લાલચ આપી ઠગાઈ કરનારા બે શખ્સ ઝડપાયા
Last Updated: 06:49 PM, 7 November 2026
ADVERTISEMENT
કચ્છના ભુજમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને મોટી રકમ આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આરોપીઓ લોકોને 1 લાખ રૂપિયાના બદલામાં 3 લાખ રૂપિયા આપવાની લાલચ આપીને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા હતા.
આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસે સુફિયાન ઓઢેજા અને ઉઝેર ઓઢેજા નામના બે શખ્સો સામે કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી 5,600 અસલી નોટો તેમજ 209 નકલી નોટોના બંડલ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

પ્રાથમિક વિગતો અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા હતા. 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા આપવાની લાલચ આપી લોકોને આર્થિક રીતે છેતરવાની તેમની મોડસ ઓપરેન્ડી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શેઠ હોય તો આવા, દિવાળી બોનસમાં આપી લાખો રૂપિયાની કડકડતી નોટો, કર્મચારીઓ ભાવુક થઈ ભેટી પડ્યા
પોલીસની આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર મળતી આવી લોભામણી ઓફરોથી સાવચેત રહેવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.