ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નરોડામાં પત્નીએ ચપ્પુના ઘા ઝીંકીને નિવૃત આર્મીમેનની કરી હત્યા, જમવાની વાતે થયો હતો ઝગડો
Last Updated: 05:32 PM, 7 November 2026
ADVERTISEMENT
અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીએ નિવૃત આર્મી જવાનની કરી હત્યા..જમવાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીએ પતિની છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરી દીધી.. 12 વર્ષના લગ્ન જીવનનો આવ્યો કરુણ અંત.. નરોડા પોલીસે પત્ની ની કરી ધરપકડ.. શું હતી સમગ્ર ઘટના..
ADVERTISEMENT
પોલીસ કસ્ટડી માં જોવા મળતી મહિલા નિર્મલા ખરાડીની પતિની હત્યા કેસમાં નરોડા પોલીસે ધરપકડ કરી છે..નરોડા સ્માર્ટ સિટી-2માં રહેતા દિલીપ ખરાડી અને તેમની પત્ની નિર્મલાબેન વચ્ચે અવારનવાર પારિવારિક બાબતો અને ઘરકામને લઈને ઝઘડા થતા હતા..6 નવેમ્બરની રાત્રે પણ જમવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલી નિર્મલાએ રસોડામાંથી ચપ્પુ લાવી દિલીપની છાતીના ડાબા ભાગે ઘા માર્યો હતો..જેથી ગંભીર ઈજા થતાં દિલીપ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નરોડાની સેલ્બી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતકના પિતા સોમાજી ખરાડીને દીકરાની હત્યા કરનાર પુત્રવધુ નિર્મલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા નરોડા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે...
પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે મૃતક દિલીપ ખરાડી 2022 માં આર્મીમાંથી નિવૃત થયો હતો અને કોન્ટ્રકટ બેઝ પર GMDC ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.. તેના પિતા સોમજી ખરાડી નિવૃત પોલીસ કર્મચારી છે.. જ્યારે નિર્મલા સાથે 12 વર્ષનો લગ્ન જીવન છે અને તેમના બે બાળકો છે.. પતિ દિલીપ ખરાડી અને તેમની પત્ની નિર્મલાબેન વચ્ચે અવારનવાર પારિવારિક બાબતો અને ઘરકામને લઈને ઝઘડા થતા હતા.. આ ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો કે નિર્મલાએ પોતાના બે બાળકોની સામે જ પતિની હત્યા કરી દીધી.. હત્યા કર્યા બાદ જેઠ મુકેશ ખરાડીને ઘટનાની જાણ કરતા નરોડા પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે..
ADVERTISEMENT
ઘરની ચાર દીવાલોમાં થયેલા ઝઘડાએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો કયા કારણોસર થયો હતો? ઘટના સમયે ઘરમાં બીજું કોઈ હાજર હતું કે કેમ? અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું? તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.