ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં કારમાં CNG સિલિન્ડર ફાટતાં ભયાનક બ્લાસ્ટ, 5થી વધુ લોકો દાઝ્યા, આસપાસની બારીઓના કાચ પણ તૂટ્યા!
Last Updated: 10:07 AM, 5 November 2026
ADVERTISEMENT
વડોદરાના રામવાડી વિસ્તારમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં કારમાં સામાન્ય આગ લાગી હોવાનું જણાતાં આસપાસના લોકો ઘટનાસ્થળે જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, કોઈને અંદાજ પણ નહોતો કે થોડી જ ક્ષણોમાં આ ઘટના ભયાનક સ્વરૂપ ધારણ કરશે. કારમાં લાગેલી આગ વચ્ચે અચાનક CNG ગેસના સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેનો અવાજ સંભળાયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
કારમાં રહેલા CNG સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટને કારણે ઘટનાસ્થળે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5થી વધુ લોકો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે કારમાં આગ લાગ્યા બાદ શું થયું તે જોવા માટે એકઠા થયેલા કેટલાક લોકો પણ આ બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયા હતા.
ADVERTISEMENT
CNG સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસનાં મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. જોરદાર ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. કારમાં લાગેલી આગ અને ત્યારબાદ થયેલા બ્લાસ્ટને કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
આ ઘટના અંગે સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે કારમાં શરૂઆતમાં ખૂબ મોટી આગ લાગી હતી. શરૂઆતમાં આગ સામાન્ય હોવાનું લાગતાં લોકો તેને જોવા માટે એકઠા થયા હતા. જોકે, લોકો ત્યાં હાજર હતા તે દરમિયાન જ કારમાં અચાનક ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે કારની આસપાસ ઊભેલા લોકોને પણ ઇજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ રાત્રે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.