ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ફરક્કા બેરેજ અને ગંગા જળ સંધિ પર ભારતની નવી રણનીતિ, બાંગ્લાદેશને પાણીની મનમાની ગેરંટી નહીં મળે?

નેશનલ / ફરક્કા બેરેજ અને ગંગા જળ સંધિ પર ભારતની નવી રણનીતિ, બાંગ્લાદેશને પાણીની મનમાની ગેરંટી નહીં મળે?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:21 AM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganga Water Treaty: ભારતે 1996માં બાંગ્લાદેશ સાથે કરવામાં આવેલ ફરક્કા ગંગા જળ વહેંચણી કરારના નવીકરણ અંગે કડક વલણ અપનાવ્યું છે. આ 30 વર્ષનો કરાર 12 ડિસેમ્બર 2026 ના રોજ સમાપ્ત થાય છે.

ADVERTISEMENT

ભારત હવે બાંગ્લાદેશની શરતો પર આપમેળે આગળ વધવાને બદલે નવેસરથી વાટાઘાટો કરવા માંગે છે. પાણીના લઘુત્તમ હિસ્સાની ગેરંટી, કરારની અવધિ અને પાણીની વહેંચણીની ફોર્મ્યુલાને લઈને બંને દેશો વચ્ચે મતભેદો છે. ભારત પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોની પાણીની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની સાથે નવા કરારમાં વેપાર, સુરક્ષા અને પરિવહન જેવા મુદ્દાઓને સામેલ કરવા માંગે છે.

ભારત અને બાંગ્લાદેશના સંબંધો પર હજુ પણ બરફ જામેલો છે. જ્યાં સુધી શેખ હસીના હતા ત્યાં સુધી સંબંધો સૌહાર્દપૂર્ણ હતા. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં આવ્યો અને ગયો. હવે તારિક રહેમાનની સરકાર છે. ત્યારે પણ ભારત-બાંગ્લાદેશના સંબંધો તનાવપૂર્ણ છે. આ તણાવની અસર હવે ગંગા જળ સંધિ પર પણ જોવા મળી રહી છે. હા, ગંગાના પાણીની વહેંચણીને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.

ભારતે 1996માં બાંગ્લાદેશ સાથે હસ્તાક્ષર કરાયેલ ફરક્કા ગંગા જળ વહેંચણી કરારના નવીકરણ પર કડક વલણ અપનાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ઢાકાની શરતો પર આ કરારને પોતાની રીતે આગળ વધારવાના પક્ષમાં નથી. નવી દિલ્હી કરારની અવધિ માટે પાણીની વહેંચણી પર નવેસરથી વાટાઘાટો કરવા માંગે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ 30 વર્ષનો કરાર 12 ડિસેમ્બર 2026ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે.

વાસ્તવમાં ભારતે ફરક્કા ગંગા જળ વહેંચણી કરાર (1996) ની મુદત પૂરી થાય તે પહેલા જ પોતાનું વલણ કડક બનાવ્યું છે. હવે બાંગ્લાદેશને મનસ્વી ગેરંટી નહીં મળે. ભારતે બાંગ્લાદેશની શરતો પર આ સમજૂતીના ઓટોમેટિક એક્સટેંશનની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોનું કહેવું છે કે નવી દિલ્હી હવે નવેસરથી દ્વિપક્ષીય વાટાઘાટો પર ભાર આપી રહી છે. ભારતનું કહેવું છે કે બાંગ્લાદેશની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા પહેલા ભારતના પોતાના રાષ્ટ્રીય હિતો અને સ્થાનિક જળ સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.

રાજકીય સદ્ભાવના અને સંવાદમાં પરિવર્તન

આ કરાર 1996માં શેખ હસીનાની અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન થયો હતો. તે સમયે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીમા પાર સહકાર અને પરસ્પર સંબંધો ખૂબ જ મજબૂત હતા. જો કે હવે તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સરકાર સાથે રાજકીય સંજોગો બદલાયા છે. નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ની રાષ્ટ્રીય નાગરિક સમિતિના નાહીદ ઇસ્લામ જેવા વિપક્ષી નેતાઓ પણ ભારત પ્રત્યે વધુ સંઘર્ષાત્મક વલણ અપનાવી રહ્યા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / ભારતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થવાની આશંકા, 2050 સુધી દર વર્ષે 28 લાખ નવા દર્દીઓ નોંધાઈ શકે!

ઢાકામાં રાજકીય જૂથો હવે ટ્રાન્ઝિટ કોરિડોર જેવા મુદ્દાઓ સાથે પાણીની વહેંચણીની ગેરંટી જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ જાહેર વિરોધની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય અધિકારીઓને હવે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પહેલા જેવો રાજકીય વિશ્વાસ અને વ્યૂહાત્મક વિશ્વસનીયતા દેખાતી નથી, જે છેલ્લા ત્રણ દાયકામાં દ્વિપક્ષીય સંબંધોનો આધાર હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Bangladesh relations Ganga Water Treatment Ganga Water

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ