ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / દોસ્તે ઘેર બોલાવીને હાથ બાંધીને માથું કાપ્યું, સુરતના કબ્રસ્તાનમાંથી મળેલી માથા વગરની લાશનો ભેદ ઉકેલાયો

ક્રાઈમ / દોસ્તે ઘેર બોલાવીને હાથ બાંધીને માથું કાપ્યું, સુરતના કબ્રસ્તાનમાંથી મળેલી માથા વગરની લાશનો ભેદ ઉકેલાયો

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 06:59 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કબ્રસ્તાનમાંથી મળેલા માથા વગરની લાશનો ભેદ ઉકેલાયો છે. મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

સુરતના કતારગામ ગોટાલાવાડી ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મળેલા માથા વગરનો મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસ તપાસમાં ચોકાવનારી વિગત આવી સામે છે. 30 હજારની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી સચિત્ર કુમારે મિત્ર સંજયને પોતાના ઘરે બોલાવી બંને હાથ બાંધી દીધા હતા અને કોયતા વડે ગળાના ભાગે હુમલો કરી હત્યા નિપજાવી હતી.પછી લાશ કબ્રસ્તાનમાં મૂકીને ઘેર આવતો રહ્યો હતો ત્યાર બાદ બીજા દિવસે મોડી રાત્રે કબ્રસ્તાન આવી ગળું કાપી નાખ્યું હતું. માથું ધડથી અલગ કરી નજીક અલકાપુરી રેલવે પટની પાસે ફેંકી દીધું દીધું. પોલીસે કબ્રસ્તાનમાંથી ધડ અને બ્રિજ નીચેથી માથું શોધી આરોપીની ધરપકડ કરી હતી.

શું બન્યો હતો બનાવ?

ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન મૃતકનું કપાયેલું માથું અલકાપુરી રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. 3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતદેહનું માથું ગાયબ હોવાનું અને શરીર પર એક પણ કપડું ન હોવાનું સામે આવ્યું હતું.

ધડથી 3 કિલોમીટર દૂરથી મળ્યું કપાયેલું માથું

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં મૃતકનું કપાયેલું માથું કતારગામના અલકાપુરી બ્રિજ નીચે રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યું હતું. ધડ અને માથું અલગ-અલગ સ્થળેથી મળી આવતાં હત્યાની ક્રૂરતા સામે આવી હતી. પ્રાથમિક આશંકા મુજબ હત્યારાએ બ્રિજ પરથી માથું રેલવે ટ્રેક તરફ ફેંકી દીધું હતું.

આ પણ વાંચોઃ ગિફ્ટની લાલચમાં લાંચિયા બાબુઓ બચીને રહે! દિવાળી ટાણે ACB એલર્ટ મોડમાં

FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા FSL અને ડોગ સ્ક્વોડની ટીમની મદદ લેવામાં આવી હતી. કબ્રસ્તાન તેમજ આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુમ થયેલા લોકોની વિગતો પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat news surat crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ