ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પક્ષી નહીં દીકરો' વડોદરામાં ખોવાયેલા પોપટને શોધવા પરિવારે જાહેર કર્યું 1 લાખનું ઈનામ, લડ્ડુની યાદમાં માતા બેહાલ
Last Updated: 03:51 PM, 4 November 2026
ADVERTISEMENT
વડોદરામાં એક ભાવુક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેવાસી વિસ્તારમાં રહેતા પારેખ પરિવારે પોતાના દીકરા તરીકે પાળેલો 'લડ્ડુ' પોપટને શોધવા 1 લાખનું ઈનામ જાહેર કર્યું છે. પોતાના દીકરા તરીકે માનેલા પોપટની યાદમાં જેસિકાબેને છેલ્લા ચાર દિવસથી અન્નનો દાણો પણ ખાધો નથી. આ પરિવારે પોતાના લડ્ડુને જે પણ શોધી આપશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપશે તેમ પણ જણાવ્યું છે.
ADVERTISEMENT
વડોદરામાં વ્હાલસોયો પોપટ ગુમ થતાં પારેખ પરિવાર વ્યાકુળ, શોધી આપનારને ₹1 લાખનું ઈનામ વડોદરાના સેવાસી રોડ પરથી પારેખ પરિવારનો વ્હાલસોયો આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' અચાનક ગુમ થયો છે. પક્ષી નહીં, દીકરો માનીને ઉછેરેલા લડ્ડુને શોધવા પરિવાર આસપાસનો સમગ્ર વિસ્તાર ખૂંદી રહ્યો છે. લડ્ડુની યાદમાં જેસિકા પારેખે છેલ્લા ચાર દિવસથી અન્નનો દાણો પણ લીધો નથી. પોપટની સારસંભાળ માટે જેસિકાબેને ખાનગી શાળાની નોકરી પણ છોડી દીધી હતી. ઘરમાં ખાલી પાંજરું જોઈ પરિવારની આંખોમાં આંસુ આવી રહ્યા છે. લડ્ડુને શોધી આપનારને પરિવાર દ્વારા ₹1 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. #Vadodara #AfricanGreyParrot #MissingParrot #Laddu #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 4, 2026
પોપટની સારસંભાળ માટે ખાનગી શાળાની નોકરી છોડી
ADVERTISEMENT
જેસિકાબેને પોપટની સારસંભાળ માટે ખાનગી શાળાની નોકરી પણ છોડી દીધી હતી. હવે ઘરમાં ખાલી પાંજરું જોઈને પરિવારના સભ્યોની આંખો ભીની થઈ જાય છે. જેસિકાબેન પારેખના જણાવ્યા અનુસાર, 31 ઓક્ટોબરે સાંજે 7:24 વાગ્યે લડ્ડુ પાંજરાનો દરવાજો ખોલીને ઘરના મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તે સેવાસી મર્ક્યુરી ફાર્મ તરફ ગયો હોવાનું પરિવારને જાણવા મળ્યું છે.
પરિવારે પોપટની શોધમાં આકાશ-પાતાળ એક કર્યાં
ADVERTISEMENT
પરિવારે ચાર મહિના પહેલાં લડ્ડુને પુણેથી ખરીદ્યો હતો. તેની ઉંમર છ મહિના અને 18 દિવસની છે. પરિવારના જણાવ્યા મુજબ, લડ્ડુ તેમના માટે દીકરા કરતાં પણ વિશેષ હતો. લડ્ડુને શોધવા માટે પારેખ પરિવારે આસપાસના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી છે. પરિવારના સભ્યો સ્પીકર લઈને ઝાડ પાસે ગયા હતા અને લડ્ડુના અવાજની રેકોર્ડિંગ સંભળાવી હતી. સાથે જ પોપટના અવાજ કાઢીને, સીટી મારીને અને પોતાના અવાજે બૂમો પાડીને પણ તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ સરકારની નવી ગાઈડલાઈન જારી, પેન્શનને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી મોટી અપડેટ!
ADVERTISEMENT
જેસિકાબેને શું કહ્યું?
જેસિકાબેને જણાવ્યું કે, “અમે તેને બહુ શોધ્યો છે, પરંતુ તે ક્યાંય મળ્યો નથી. તે અમારા માટે દીકરા કરતાં પણ વિશેષ હતો, અમારા જિગરનો ટુકડો છે.” આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, લડ્ડુને ઓળખવા માટે કેટલીક ખાસ નિશાનીઓ પણ છે. તેના પગમાં રિંગ છે, જેમાં લાઇસન્સ નંબર છે. તેની ચાંચ પર થોડા સ્ક્રેચ છે અને આંખની નીચે પણ થોડી ઈજા થયેલી છે. આ નિશાનીઓના આધારે પરિવાર તેને ઓળખી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.