ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનાના દાગીના પર લખેલા આ ત્રણ નંબરનું છે મોટું રહસ્ય! ખરીદતા પહેલાં જાણી લો 22 અને 24 કેરેટની ઓળખ

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / સોનાના દાગીના પર લખેલા આ ત્રણ નંબરનું છે મોટું રહસ્ય! ખરીદતા પહેલાં જાણી લો 22 અને 24 કેરેટની ઓળખ

Last Updated: 02:54 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ધનતેરસ પર સોનું ખરીદવાનો પ્લાન છે? તો દાગીનાની ચમક અને કિંમતમાં જ ન અટકતા, તેના પર લખેલા 3 આંકડાના આ ખાસ નંબરને પણ જરૂર ચેક કરજો.

1/5

photoStories-logo

1. ધનતેરસ પર સોનાની ખરીદી

ધનતેરસના અવસરે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો સોનાના ઘરેણાં અને સિક્કા ખરીદે છે. પણ સોનું લેતી વખતે માત્ર તેની ચમક અને કિંમત જોવી પૂરતી નથી. ઘણી વખત લોકો ઘરેણાં ખરીદી લે છે પણ તેની શુદ્ધતા ચેક કરવાનું ભૂલી જાય છે. સોનાના ઘરેણાં પર લખેલા ત્રણ અંકના નંબરને ચોક્કસ જોવો જોઈએ. ઘણા લોકોને આ નંબર વિશે ખબર જ નથી હોતી કે ખરીદતી વખતે તે ચેક કરવાનું ભૂલી જાય છે. તો ચાલો જાણીએ કે સોનાના દાગીના પર લખેલા નંબરોનો ખરેખર શું અર્થ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોના પર કયા 3 અંકના નંબર લખાયેલા હોય છે?

જ્યારે તમે સોનાના ઘરેણાં ખરીદો છો ત્યારે તેના પર 916, 999, 750 કે 585 જેવા નંબર લખેલા હોય છે. આ નંબરો સોનાની શુદ્ધતાનું સૂચક માનવામાં આવે છે. જેમાં 24 કેરેટ સોનું શુદ્ધ સોનું ગણાય છે પણ તેનાથી ઘરેણાં બનાવવા મુશ્કેલ છે. આથી ઘરેણાં બનાવવા માટે સોનામાં બ ઇજી ધાતુઓ ભેળવવામાં આવે છે. આના આધારે સોનાની શુદ્ધતા જાણી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 916 અને 750 નંબરનો અર્થ શું?

916 નંબરનો અર્થ એ છે કે સોનામાં 91.6 ટકા શુદ્ધ સોનું છે અને બાકીની બીજી ધાતુઓ છે. આને 22 કેરેટ સોનું કહેવામાં આવે છે. 750 નંબરનો અર્થ એ છે કે સોનામાં 75 ટકા શુદ્ધ સોનું છે. આ 18 કેરેટ સોનું ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 585 અને 999 નંબરનો શું છે અર્થ?

સોનાની શુદ્ધતા સમજવા માટે આ બે નંબર પણ ખૂબ જ મહત્વના છે. જેમાં 585 આ નંબર દર્શાવે છે કે સોનામાં 58.5 ટકા શુદ્ધ સોનું છે. તેને 14 કેરેટ ગોલ્ડ કહેવામાં આવે છે. તો 999 નંબરમાં 24 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવે છે. તેમાં 99.9 ટકા શુદ્ધ સોનું હોય છે. એટલે સોનું ખરીદતી વખતે આ નંબરની જાણકારી હોય તો દુકાનદાર તમને જે કેરેટનું સોનું આપી રહ્યો છે તેની ચકાસણી કરવામાં સરળતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સોનું ખરીદતી વખતે માત્ર આટલું ધ્યાન રાખવું પૂરતું નથી

સોનાની શુદ્ધતા જાણવા માટે ત્રણ આંકડાનો નંબર સમજવો જરૂરી છે પરંતુ ખરીદી કરતી વખતે BIS હોલમાર્ક અને છ આંકડાનો HUID કોડ પણ તપાસવો જોઈએ. જેમાં ખાસ કરીને દાગીના ખરીદતી વખતે તેની શુદ્ધતા અંગેની વિગતો, બિલ અને હોલમાર્કની ચકાસણી કરવાનું ભૂલશો નહીં. આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે ખોટી શુદ્ધતાના નામે સોનું ખરીદવાથી બચી શકો છો અને તમારી મહેનતની કમાણીનું યોગ્ય મૂલ્ય મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras 2026 Gold Purity 22 Carat Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ