ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીની ખરીદી વચ્ચે ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થવાની અફવા! RBIના લોગો અને ગવર્નરની સહીવાળો નકલી પરિપત્ર વાઇરલ

ગુજરાત / દિવાળીની ખરીદી વચ્ચે ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થવાની અફવા! RBIના લોગો અને ગવર્નરની સહીવાળો નકલી પરિપત્ર વાઇરલ

Published By: Nidhi Panchal

Last Updated: 02:51 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની ખરીદી વચ્ચે ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થવાની અફવાએ બજારમાં ફફડાટ ફેલાવ્યો છે. વોટ્સએપ પર RBIના લોગો અને ગવર્નરની સહીવાળો નકલી પરિપત્ર વાઇરલ થતાં લોકો નાની નોટો ભેગી કરવા લાગ્યા હતા, જોકે PIB ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ઠેરવ્યો છે.

ADVERTISEMENT

દિવાળીના તહેવારોમાં બજારમાં ખરીદીના ધમધમાટ વચ્ચે આ વખતે લોકોમાં બે દિવસ માટે એક નવી જ ચિંતા ફેલાઈ છે. રૂ. ૧૦, ૨૦ અને ૫૦ની નોટો હવે બજારમાં નહીં મળે તેવી અફવાએ વેપારીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી ફફડાટ ફેલાવ્યો હતો. વોટ્સએપ પર આરબીઆઈના લોગો અને ગવર્નરની સહી સાથેનો એક નકલી પરિપત્ર વાઇરલ થયો છે, જેમાં કેશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે નાની નોટોનું છાપકામ ઘટાડવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મેસેજની અસર એવી થઈ છે કે લોકો નાની નોટો ભેગી કરવા લાગ્યા છે. કેટલાક લોકો તો રૂ. ૧૦,૨૦ અને ૫૦ની નોટો મેળવવા માટે કમિશન ચૂકવવા પણ તૈયાર થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે.

Noto

દિવાળીની ખરીદીમાં છૂટા પૈસાની જરૂરિયાત વધતી હોય ત્યારે નોટો બંધ થવાની અફવાએ બજારમાં બિનજરૂરી ચિંતા ઊભી કરી છે. જોકે, આ સમગ્ર મેસેજ પાયાવિહોણો છે. પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો (પીઆઈબી) ફેક્ટ ચેકે પણ આ દાવાને ફગાવી દીધો છે અને આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. જેના કારણે લોકોના શ્વાસ હેઠા બેઠા છે, પરંતુ ટૂંકા સમયગાળા માટે આ બાબતે અનેક લોકોને નુકસાન કરાવી દીધું છે.

નાની નોટોનો મોટા પાયે ઉપયોગ થાય

દિવાળીના દિવસોમાં ફૂલની માળા, દીવા, અગરબત્તી, પૂજાની સામગ્રી, મીઠાઈ, ફરસાણ, શાકભાજી અને અન્ય નાની ચીજવસ્તુઓની ખરીદીમાં નાની નોટોનો મોટા પાયે ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : દારૂબંધી છતાં મધ્યપ્રદેશથી ધમધમે છે દારૂનું નેટવર્ક! ગુજરાત તરફ દારૂ ભરેલી ટ્રક રોકવા જતાં પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત

લોકોએ અસલી સમજી મેસેજ ફોરવર્ડ કર્યો

વાઇરલ થયેલા મેસેજમાં આરબીઆઈનો લોગો, ગવર્નરની સહી અને સત્તાવાર પરિપત્ર જેવો દેખાવ આપવામાં આવ્યો છે. તેમાં કેશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે નાની નોટનું છાપકામ ઘટાડવાનો દાવો કરાયો છે. મેસેજને વિશ્વસનીય દેખાડવા માટે સત્તાવાર ઓળખનો ઉપયોગ થતાં અનેક લોકો તેને સાચો સરકારી નિર્ણય માનીને આગળ ફોરવર્ડ કરી રહ્યા હતા. જોકે, કોઈ પણ મેસેજ પર લોગો કે સહી હોવી તેની સત્યતાનો પુરાવો નથી. વેપારીઓ અને ગ્રાહકોએ વોટ્સએપ પર આવતા આવા મેસેજની ખરાઈ કર્યા વિના વિશ્વાસ કરવો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Fake Circular PIB Fact Check

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ