ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગિફ્ટની લાલચમાં લાંચિયા બાબુઓ બચીને રહે! દિવાળી ટાણે ACB એલર્ટ મોડમાં
Last Updated: 12:18 PM, 4 November 2026
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમય થી લાંચિયા બાબુઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે.. છતાં કેટલાક સરકારી બાબુ ઓ છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે.
ADVERTISEMENT
જ્યારે એમાંય દિવાળી જેવા તહેવાર પહેલા તો સરકારી બાબુ ઓની ઓફિસ બહાર ગિફ્ટો સાથે નવા વર્ષ ની શુભેચ્છા આપનારા લોકો નો રાફડો ફાટે છે..પરંતુ હાલ કોઈ સરકારી બાબુ આવી ગીફટો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વખત આવશે.. કારણ કે એસીબીની ખાનગી રાહે સરકારી ઓફિસ માં નજર રાખીને બેઠી છે..
સમગ્ર રાજ્ય માં એસીબી ની જિલ્લા પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે...જે દિવાળી ના પર્વ માં સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખી રહ્યા છે..અને જો કોઈ સરકારી કર્મચારી આવી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
જો કે દર વર્ષે એસીબી દ્વારા સરકારી બાબુઓને ચેતવણી આપવામાં આવે છે છતાં પણ કોઈ ડર રાખ્યા વગર ભેટ સ્વીકારતા હોય છે..હવે સરકારી બાબુ ઓ ગિફ્ટ ના બદલે કીમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતા હોવાનુ સામે આવ્યું છે.. જો કે એસીબી ના ધ્યાને આવી કોઈ ફરિયાદ કે અરજી આવશે તો એસીબી તે અંગે પણ તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરીને કાર્યવાહી કરશે..
આ પણ વાંચોઃ દિવાળી તથા છઠ પૂજાને લઇ પરપ્રાંતિયો માટે અમદાવાદથી દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ક્યારે?
ADVERTISEMENT
જો કોઈ સરકારી કર્મચારી ગિફ્ટ કે અન્ય પ્રલોભન સ્વીકારતો હોવાનું નાગરિકોના ધ્યાનમાં આવે, તો તેઓ ACBના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકે છે અથવા નજીકની ACB કચેરીનો સંપર્ક કરી શકે છે.દિવાળીની ભેટના નામે લાંચ આપવી કે સ્વીકારવી બંને કાયદાની નજરે ગુનો બની શકે છે. ત્યારે તહેવારની ખુશીમાં કાયદો ભૂલતા સરકારી કર્મચારીઓ સામે ACBની નજર હવે વધુ કડક બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો