ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / અનિલ અંબાણી પર EDનો મોટો પ્રહાર, EDએ અટેચ કરી ₹510 કરોડની મિલકત, અત્યાર સુધી 23,100 કરોડની સંપત્તિ પર કાર્યવાહી
Last Updated: 12:12 AM, 4 November 2026
ADVERTISEMENT
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રુપ સામે બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ 510 કરોડની મિલકતો જપ્ત કરી છે, જેમાં બે ખાનગી વિમાન પણ સામેલ છે. આ કાર્યવાહી રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ (RAAG) સાથે જોડાયેલી કંપનીઓ પર બેંક અને નાણાકીય સંસ્થાઓ સાથેની ધોકાધડીના આરોપોમાં કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અસ્થાયી આદેશ બહાર પાડીને મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ આ કેસમાં અત્યાર સુધી જપ્ત અને કબજે કરાયેલી મિલકતોની કુલ કિંમત 23,100 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT
જેમાં અનિલ અંબાણી ગ્રુપ સામે EDએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં 510 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી છે. બે પ્રાઇવેટ જેટ, છ પ્લોટ અને ઓફિસ સહિતની મિલકતો પર કાર્યવાહી બાદ અત્યાર સુધી કુલ 23,100 કરોડ રૂપિયાની સંપત્તિ તપાસ એજન્સીના રડારમાં આવી છે.
EDની આ તપાસ મુખ્યત્વે રિલાયન્સ ગ્રુપની ત્રણ કંપનીઓ સાથે જોડાયેલી છે. જેમાં રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ (RCOM), રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL)નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
એજન્સીના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે જોડાયેલા 263.05 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીના કેસની તપાસ ચાલી રહી છે. જ્યારે રિલાયન્સ કમ્યુનિકેશન સાથે જોડાયેલા 247.12 કરોડ રૂપિયાના કથિત બેંક ફ્રોડ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને કેસમાં મળીને અંદાજે 510 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરવામાં આવી છે.
EDએ આ કેસોની તપાસ દરમિયાન અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે. આ સિવાય મની લોન્ડરિંગના મામલામાં 6 પ્રોસિક્યુશન ફરિયાદો એટલે કે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આર્થિક ગેરરીતિઓની તપાસ માત્ર મની લોન્ડરિંગ પૂરતી મર્યાદિત નથી. જેમાં એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ પણ અલગથી તપાસ શરૂ કરી છે અને આ કાયદા હેઠળ એક ફરિયાદ દાખલ કરી છે.
ADVERTISEMENT
જેમાં EDનો આરોપ છે કે અનિલ અંબાણી ગ્રુપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મળેલા જાહેર નાણાંનો ખોટો ઉપયોગ કર્યો અને તેને બીજી જગ્યાએ ફેરવી નાખ્યા હતા. તપાસમાં કંપનીઓની મિલકતોને ખાનગી ઉપયોગ માટે સુરક્ષિત રાખવા ઇન્સોલ્વેન્સી એન્ડ બેન્ક્રપ્ટસી કોડ (IBC)ના દુરુપયોગની વાત પણ સામે આવી છે. એજન્સીનો દાવો છે કે ભારતમાંથી પૈસા વિદેશમાં આવેલા ટેક્સ બચાવવાના ઠેકાણાં સુધી પહોંચાડવામાં આવ્યા અને તેનો મોટો ભાગ જૂથના પ્રમોટર તથા તેમના પરિવારના સભ્યોના ખાનગી ફાયદા માટે વાપરવામાં આવ્યો.
ADVERTISEMENT
આ કેસોમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 6 આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ ઉપરાંત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ પણ અલગ તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો