ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં અજાણ્યા શખ્સોએ તુફાન વાહનમાં આગ દેતાં 2 મજૂરો જીવતા બળી ગયા, આરોપીઓની ધરપકડ

ક્રાઈમ / અમરેલીમાં અજાણ્યા શખ્સોએ તુફાન વાહનમાં આગ દેતાં 2 મજૂરો જીવતા બળી ગયા, આરોપીઓની ધરપકડ

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 04:01 PM, 3 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા શખ્સોએ વાહનમાં આગ ચાંપી મધ્યપ્રદેશના બે મજૂરોની જીવતા સળગાવીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુંદરણ ગામની સીમમાં મોડી રાત્રે તુફાન પેસેન્જર વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

વાહનમાં સુઈ રહેલા બે મજૂરો સળગ્યાં

વાહન સળગી જવાની આ ઘટનામાં અંદર સૂઈ રહેલા બે શખ્સો ગંભીર રીતે દાઝી ગયા હતા અને કાળઝાળ આગમાં ભસ્મીભૂત થઈને બંનેના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ સ્ટેશનનો કાફલો અને એફએસએલ (FSL) ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

કોણ છે મૃતકો?

પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના વતની એવા ૧૬ વર્ષીય રવિ કમલેશભાઈ બધેલ અને ૨૧ વર્ષીય નીતિન રામસીંગ પચાયા તરીકે થઈ છે. આ ગોઝારી ઘટના પાછળ વાહનના નાણાકીય વ્યવહાર અને કબ્જાની અદાવત હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે વિનોદ વરસંગભાઈ ડોડીયાર અને રાજુ ગોવર્ધનભાઈ ડોડીયાર નામના બે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

વધુ વાંચો : અમદાવાદના થલતેજમાં મેગ્નેટ પાર્કમાં ભીષણ આગ, કર્મચારીઓ ઓફિસમાં ફસાયા, લોકો જીવ બચાવવા નીચે કૂદી પડ્યાં

આરોપીઓની સઘન પૂછપરછ

નાણાકીય લેવડ-દેવડ અને વાહનનો કબજો મેળવવા બાબતે સર્જાયેલી અદાવતે બે નિર્દોષ યુવકોના ભોગ લીધા છે. હાલ તો લાઠી ડિવિઝનના ડીવાયએસપી વિસ્મય માનસેતાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ ડબલ મર્ડર પાછળ અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ