ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની સાબરમતી સહિતની જેલને બોમ્બની ઉડાવવાની ધમકી: સૂત્રો, લોરેન્સ બિશ્નોઈ પણ છે આ જેલમાં
Last Updated: 11:32 AM, 3 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જેલ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. સાબરમતી જેલ સહિત અમદાવાદની અન્ય જેલોને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેલ વિભાગના ડીજીને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. ઈ-મેઈલ મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ દ્વારા જેલ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બંધ
ઉલ્લેખનીય છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ દરમિયાન જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
ADVERTISEMENT
હાલમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યો ઈ-મેઈલ કોણે અને કયા હેતુથી મોકલ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો