ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં ખેતરમાં કાર સાથે સગીર અને યુવકને જીવતા સળગાવ્યાની આશંકા, સવારે અડધા બળેલા મૃ*તદેહો મળ્યા
Last Updated: 08:58 AM, 3 November 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની સળગાવીને હત્યા કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં આગ લગાવી દેવામાં આવતાં અંદર સૂતેલા બે મજૂરોના કરૂણ મોત નીપજ્યાં હતાં. વહેલી સવારે ગાડી સળગેલી હાલતમાં જોવા મળતાં અને તેમાંથી બે અડધા સળગેલા મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
બંને મૃતકો મધ્યપ્રદેશના વતની
ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસનો કાફલો અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી તપાસ હાથ ધરી બંને મૃતકોની ઓળખ કરી હતી. મૃતકોની વિગતો નીચે મુજબ છે.
ADVERTISEMENT
બંને યુવકો મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
પૈસાની લેતીદેતીમાં હત્યા થયાની પ્રાથમિક આશંકા
આ ઘટનાને લઈને DYSP વિસ્મય માનસેતાએ જણાવ્યું હતું કે, બંને યુવકો ગાડીની અંદર ઊંઘી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બહારથી ગાડીને આગ ચાંપી દીધી હતી. આગમાં ફસાઈ જતાં બંને યુવકોના મોત થયા હતા.
ADVERTISEMENT

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ નાણાકીય લેતીદેતીનો વિવાદ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT

શંકાસ્પદોની પૂછપરછ, આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લીલીયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DYSP વિસ્મય માનસેતાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસે કેટલાક શંકાસ્પદોને રાઉન્ડઅપ કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધી કાઢવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફોર્ચ્યુનરનો કહેર, ફૂટપાથ પર કપડાં વેચતા માતા-પુત્રનાં મો*ત, કારમાંથી બિયરના ટીન મળ્યા
ગુંદરણ ગામની સીમમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર જગાવી છે. હવે પોલીસ તપાસમાં આ ડબલ મર્ડર પાછળનું સાચું કારણ અને ગુનામાં સંડોવાયેલા લોકો અંગે કેવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT