ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO : પાટીદાર યુવાનોમાં દારૂ જ નહીં, MD ડ્રગ્સ, પાવડર, ગાંજાનું વ્યસન વધ્યું- અલ્પેશ કથિરિયા

સામાજિક / VIDEO : પાટીદાર યુવાનોમાં દારૂ જ નહીં, MD ડ્રગ્સ, પાવડર, ગાંજાનું વ્યસન વધ્યું- અલ્પેશ કથિરિયા

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 11:04 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સમાજને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ગણપત પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું છે.

ADVERTISEMENT

રાજકોટમાં દારૂ પાર્ટી પર પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે પાટીદાર યુવાનોમાં દારૂ જ નહીં, MD ડ્રગ્સ, પાવડર, ગાંજાનું વ્યસન વધ્યું છે. આજે પાટીદાર યુવાનો માતા-પિતાના કહ્યામાં રહ્યા નથી. પાટીદાર યુવાનો વ્યસનોના રવાડે ચડી શિક્ષણથી દૂર થઈ રહ્યા છે. સમાજના યુવાનો વ્યસનના માર્ગે ન જાય તે માટે કાળજી રાખવી પડશે.

ગણપત પટેલે શું કહ્યું?

મહેસાણામાં આયોજિત પાટીદાર મહાસંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે સમાજના યુવાનોમાં વધી રહેલા વ્યસનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર સમાજના છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે. સમાજની આવતી પેઢીને બચાવવાની જરૂર છે.

વધુ વાંચો : માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની

સમાજના કેટલાક યુવાનો ડ્રગ્સ અને દારૂ જેવા વ્યસનો તરફ

સમાજના કેટલાક યુવાનો ડ્રગ્સ અને દારૂ જેવા વ્યસનો તરફ વળી રહ્યા છે. પાટીદાર સમાજ આર્થિક અને સામાજિક રીતે સધ્ધર બન્યો છે, પરંતુ તેની સાથે સમાજમાં કેટલાંક દુષણો પણ પ્રવેશ્યાં છે. હવે સમય આવી ગયો છે કે સમાજના આગેવાનો એક-એક વ્યક્તિ સુધી પહોંચે અને યુવાનોને વ્યસનથી દૂર રહેવા સમજાવે.તેમણે સમાજના આગેવાનોને આવતી પેઢીના ભવિષ્ય માટે જાગૃત થવાની અપીલ કરી હતી. સમાજની પ્રગતિ સાથે યુવાનોનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે તે જરૂરી હોવાનું જણાવી તેમણે ‘પેઢી બચાવો’નો સંદેશ આપ્યો હતો. તેમના આ નિવેદનને પગલે પાટીદાર સમાજમાં યુવાનોના વ્યસનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ