ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા 3 લોકોને ફોર્ચ્યુનરની ટક્કર, મહિલાનું મો*ત અને બે ઘાયલ, કારમાંથી બિયરનું ટીન મળ્યું
Last Updated: 11:32 PM, 2 November 2026
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા ત્રણ લોકો પર કાર ફરી વળી છે જેમાં એકનું મોત નીપજ્યુ છે જ્યારે બે જણા ઘાયલ છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કરનાર ફોર્ચુનર કારમાંથી બિયરનું ટીન મળી આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે જ્યારે કાર ચાલક અકસ્માત કરી નાસી છુટ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો છે. નિકોલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ પાસે અકસ્માતની ઘટના બની છે. ફોર્ચ્યુનર કારના ચાલકે ફૂટપાથ પર સુઇ રહેલા ત્રણ લોકોને ટક્કર મારી છે આ અકસ્માતમાં એકનું મોત થયુ છે તેમજ 2 ઘાયલ લોકોને સારવાર માટે ખસેડાયા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દુર્ઘટના / અમદાવાદના થલતેજમાં મેગ્નેટ પાર્કમાં ભીષણ આગ, કર્મચારીઓ ઓફિસમાં ફસાયા, લોકો જીવ બચાવવા નીચે કૂદી પડ્યાં
ફોર્ચ્યુનરનો ચાલક ઘટનાસ્થળે કાર મૂકી નાસી છુટ્યો છે. પોલીસે તપાસ કરતા કારમાંથી બિયરનું ટીન મળી આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે. કાર માણસાના વિરલ સવજીભાઈ ચૌધરીના નામે નોંધાયેલી હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વિગતો અપડેટ થઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT