ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મુંબઈ / 'દીયા મિર્ઝા PM અને હિન્દુત્વ વિરોધી', મુંબઈનાં મેયરનો અભિનેત્રી પર પ્રતિબંધનો નિર્ણય, નિવેદનથી સર્જાયો વિવાદ!
Last Updated: 11:16 PM, 2 November 2026
ADVERTISEMENT
પર્યાવરણ અને પ્રદૂષણના મુદ્દાઓ પર ખુલીને બોલનાર બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા ફરી એકવાર વિવાદમાં ઘેરાઇ છે. પ્રદૂષણમુક્ત દિવાળીનો સંદેશ આપતો તેના વીડિયોએ હવે રાજકીય તોફાન મચાવ્યું છે. પહેલા ભાજપના નેતાઓએ તેના અભિયાન પર સવાલ ઉઠાવ્યા હતા, અને હવે મુંબઈના મેયર રીતુ તાવડેએ દીયા મિર્ઝા સામે મોટી જાહેરાત કરી છે. મેયરે સ્પષ્ટપણે કહ્યું છે કે દીયા મિર્ઝાને હવે બીએમસીના કાર્યક્રમો અને પહેલમાં સામેલ નહી કરાય. વધુમાં તેમણે વિડિયોને દૂર કરવાને અભિનેત્રી માટે "પાઠ" તરીકે પણ ગણાવ્યો હતો.
ADVERTISEMENT
Mumbai Mayor Ritu Tawde said the list of celebrities chosen for civic campaigns must be cleared by her in future and that she would raise the issue with the administration. “Those who oppose Hindutva, we will oppose them. Henceforth, @mybmc should not make any public statement without my approval. Mumbai BJP president Ameet Satam’s social media post against it reflects the stand of all civic corporators,” Tawde said adding that Dia Mirza may post anything from her personal handle but when it comes to the BMC social media handle nothing should pass without our nod.
— Richa Pinto (@richapintoi) November 2, 2026
BMC પોર્ટલ પરથી દીયા મિર્ઝાના વીડિયોને દૂર કરવા અંગે મેયરનું નિવેદન
ADVERTISEMENT
પ્રેસ કોન્ફરન્સમાં રીતુ તાવડેએ જણાવ્યું હતું કે જનજાગૃતિ અભિયાનમાં કોઈપણ એક્ટરનો સમાવેશ કરતા પહેલા મેયરને જાણ કરવી જોઈતી હતી. તેમના મતે વિડિયોની યાદી મંજૂરી માટે તેમના સુધી પહોંચી પણ ન હતી અને તે સીધી MyBMC પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું એક મહિલા તરીકે તેઓ બીજી મહિલાને સમર્થન નહીં આપે, ત્યારે મેયરે કહ્યું કે તેઓ ચોક્કસપણે મહિલાઓને સાથ જરૂર આપે છે, પરંતુ તેઓ મુંબઈની સેવા કરવાની સાથે સાથે હિન્દુત્વ માટે પણ કામ કરે છે.
ADVERTISEMENT
તાવડેએ કહ્યું કે જો કોઈ હિન્દુત્વ વિરુદ્ધ નિવેદનો આપે છે, પછી ભલે તે કોઈ પણ હોય, તેમને તેમનું સમર્થન મળશે નહીં. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં આવી "વહીવટી ભૂલો" નહીં થાય. મેયરે એ પણ સ્પષ્ટતા કરી કે દીયા મિર્ઝાને કોઈપણ બીએમસી કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહીં, અને ખાસ કરીને સત્તાવાર બીએમસી પોર્ટલ પર બિલકુલ નહીં.
દીયા મિર્ઝાનું નામ વહીવટી ભૂલને કારણે સામેલ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય મેયરની જાણ બહાર લેવામાં આવ્યો હતો. જો તમે દીયા મિર્ઝાના રેકોર્ડ પર નજર નાખો તો તેણે નર્મદા પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ નિવેદનો આપ્યા છે. તે હિન્દુત્વ વિરુદ્ધ બોલે છે. હિન્દુઓને દિવાળી કેવી રીતે ઉજવવી તે શીખવા માટે અમને દીયાની જરૂર નથી. તમે તમારા મનપસંદ કલાકારો પર ધ્યાન આપો. અમે આનો વિરોધ કરતા રહીશું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / 'અમેરિકામાં ભારતીયે વિરોધ કર્યો હોત તો તરત ડિપોર્ટ કરાયો હોત', બોમ્બે હાઈકોર્ટે ઇમરાન ખાનને ફટકાર લગાવી!
ADVERTISEMENT
દીયા મિર્ઝાએ પણ જવાબ આપ્યો
વિવાદ વધ્યા પછી દીયા મિર્ઝાએ પણ પોતાની વાત કરી. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અભિનેત્રીએ પ્રશ્ન કર્યો કે આખરો આ વીડિયોની ટીકા કેમ કરવામાં આવી રહી છે. જે તેણે બોમ્બે હાઈકોર્ટ અને બીએમસીના કહેવા પર જાહેર હિતમાં રેકોર્ડ કર્યો હતો.
ADVERTISEMENT
દીયા મિર્ઝાએ કહ્યું કે વાયુ પ્રદૂષણ એક ગંભીર ચિંતાનો વિષય છે અને પ્રદૂષણ ઘટાડવાના દરેક પ્રયાસનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે તે જાહેર સ્વાસ્થ્યને લગતું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT