ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / તહેવારના માહોલમાં મુકેશ અંબાણીની Reliance Industriesના શેરમાં જોરદાર તેજી, એક જ દિવસમાં સંપત્તિમાં થયો અબજોનો વધારો!
Last Updated: 11:22 PM, 2 November 2026
ADVERTISEMENT
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે દિવાળીનો માહોલ વધુ ખુશીઓ લઈને આવ્યો છે. શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ એવી જોરદાર છલાંગ લગાવી કે અંબાણીની વ્યક્તિગત સંપત્તિમાં એક જ દિવસમાં હજારો કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો. આ તેજી બાદ તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પણ આગળ વધ્યા છે.
ADVERTISEMENT
ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટના આંકડા મુજબ, મુકેશ અંબાણીની નેટવર્થમાં 8.5 અબજ ડોલર એટલે કે અંદાજે 80,582 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આ ઉછાળા સાથે તેમની કુલ સંપત્તિ વધીને 88.8 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ સંપત્તિમાં આશરે 10.6 ટકાની વૃદ્ધિ સાથે તેઓ વિશ્વના અમીર લોકોની યાદીમાં 23મા સ્થાને પહોંચી ગયા છે.
જેમાં BSE પર રિલાયન્સના શેર 11.64 ટકા વધીને 1,299 પર પહોંચ્યા. આ લગભગ સાત વર્ષમાં કંપનીના શેરમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો છે. આ તેજીનું મુખ્ય કારણ કંપનીના મજબૂત ત્રિમાસિક પરિણામો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વોર્ટરમાં રિલાયન્સનો નફો 40.6 ટકા વધીને 25,548 કરોડ રૂપિયા થયો, જે વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણો સારો રહ્યો છે.
ADVERTISEMENT
ખાસ કરીને ઓઇલ-ટુ-કેમિકલ્સ સેગમેન્ટમાં સારા રિફાઇનિંગ માર્જિન, વધુ ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ અને પેટ્રોકેમિકલ્સમાં સુધારેલા નફાને કારણે કમાણી વધી છે. જેમાં જીઓ પ્લેટફોર્મ્સને પણ નવા ગ્રાહકો અને સારા માર્જિનનો ફાયદો મળ્યો આથી તેનો ક્વોર્ટર નફો આશરે 14 ટકા વધ્યો છે.
આ દરમિયાન બ્રોકરેજ ફર્મોનો વ્યુ પણ હકારાત્મક રહ્યો છે. ગોલ્ડમેન સેક્સ અને નોમુરાએ શેર પર ‘બાય’ રેટિંગ જાળવી રાખી છે. ગોલ્ડમેન સેક્સનો ટાર્ગેટ પ્રાઇસ 1840 રૂપિયા અને નોમુરાનો 1560 રૂપિયા છે. જોકે રિટેલ કારોબાર પર હજુ દબાણ છે અને નવી એનર્જીમાંથી મળનારા રિટર્ન અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે એવું વિશ્લેષકો માને છે.
ADVERTISEMENT
આ તેજી છતાં રિલાયન્સનો શેર તેના 52-અઠવાડિયાના હાઈ લેવલ 1,611.20 રૂપિયાથી આશરે 19 ટકા નીચે છે. અંબાણીની સંપત્તિનો મોટો ભાગ રિલાયન્સમાંની તેમની હિસ્સેદારી સાથે જોડાયેલો છે આથી શેરના ભાવમાં થતા ફેરફારનો સીધો અસર તેમની કુલ સંપત્તિ પર પડે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT