ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢના માળીયા હાટીનામાં 15 મિનિટમાં ભૂકંપના બે આંચકા, તાલાલા પંથકમાં પણ બે આંચકા અનુભવાયા

આફત / જુનાગઢના માળીયા હાટીનામાં 15 મિનિટમાં ભૂકંપના બે આંચકા, તાલાલા પંથકમાં પણ બે આંચકા અનુભવાયા

Published By: Hiralal Parmar

Last Updated: 09:54 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ અને માળિયા હાટીનામાં રાત 8 વાગ્યે આવ્યો ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ADVERTISEMENT

ગુજરાતમાં વધુ એક વાર ધરતી ધ્રુજી છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 15 મિનિટના ટૂંકા ગાળામાં એક પછી એક બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો સલામતી ખાતર તાત્કાલિક ઘરો તેમજ દુકાનોમાંથી ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ભૂકંપના આંચકા

માળિયા હાટીના શહેર ઉપરાંત તાલુકાના અકાળા, જલધર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ભૂકંપના આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. આંચકા હળવા હોવા છતાં 15 મિનિટમાં બે વખત પૃથ્વી ધ્રૂજવાના કારણે ગ્રામજનોમાં ચિંતા અને ફફડાટ જોવા મળ્યો હતો.

વધુ વાંચો : માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની

સદનસીબે જાનહાના સમાચાર નહીં

સુરક્ષિત રહેવાના ભાગરૂપે અચાનક આવેલા આંચકાઓને કારણે ઘરો અને દુકાનોમાં રહેલા લોકો ડરીને તાત્કાલિક બહાર ખુલ્લા મેદાનો અને શેરીઓમાં દોડી આવ્યા હતા. સદનસીબે આ હળવા આંચકાના કારણે પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ લોકોમાં હજુ પણ થોડો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

earthquake gujarat earthquake

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ