ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / નીતા અંબાણીના હસ્તે ‘અનંત આશ્રય’નો શિલાન્યાસ, 5,000થી વધુ અનાથ, વડીલો તથા દિવ્યાંગોને મળશે ઘર
Last Updated: 02:32 PM, 2 November 2026
ADVERTISEMENT
સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સુરક્ષિત આશ્રય, સન્માનભેર જીવન અને સ્વાવલંબન તરફ આગળ વધવાની તક મળે તેવા હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને સેવાભાવી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષ નીતા મૂકેશ અંબાણી દ્વારા મુંબઈ નજીક કરજત ખાતે ‘નીતા મૂકેશ અંબાણી અનંત આશ્રય’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આશરે ૧૦૦ એકર જમીનમાં આ વિશાળ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો સહિત આશરે ૫૦૦૦ લોકોને જીવનભર રહેવા માટે આશ્રય મળશે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ માત્ર રહેવાની જગ્યા પૂરી પાડવાનો નથી, પરંતુ વી-કેરની ભાવના હેઠળ જરૂરિયાતમંદ લોકોને પરિવાર જેવી હૂંફ, સુરક્ષા, આરોગ્યસંભાળ અને આત્મનિર્ભર જીવન જીવવાની તક આપવાનો છે. અહીં રહેવાસીઓને તેમની જરૂરિયાતો અનુસાર સુવિધાઓ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ADVERTISEMENT
ભૂમિપૂજન પ્રસંગે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મારા અને મારા પરિવાર માટે આ ક્ષણ અત્યંત વિશેષ છે. એક માતા તરીકે હું વિચારું કે દિવ્યાંગ બાળકોના પેરેન્ટ્સ હંમેશાં વિચારતા હોય છે કે મારા પછી મારાં દિવ્યાંગ બાળકોના ભવિષ્યનું શું થશે? તેમને આ અનંત આશ્રયમાંથી માનસિક શાંતિ મળશે.
તેમણે ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિને પ્રેમ, હૂંફ અને સુરક્ષિત વાતાવરણમાં જીવન જીવવાનો અધિકાર છે. અનંત આશ્રય દ્વારા એવા લોકો માટે વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ છે, જેમને જીવનમાં પરિવારના સહારા અથવા યોગ્ય સંભાળની જરૂર હોય છે.
ADVERTISEMENT
આધુનિક સુવિધાઓ સાથે સ્વાવલંબન પર ભાર
આ ટાઉનશિપમાં રહેવાસીઓ માટે આરોગ્યસંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને મનોરંજન સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. અનાથ બાળકોને શિક્ષણ અને ઉછેર માટે યોગ્ય વાતાવરણ મળશે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને આરામદાયક જીવન અને જરૂરી તબીબી સંભાળ ઉપલબ્ધ થશે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેમની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પ્રોજેક્ટમાં આધુનિક આરોગ્યસંભાળની સાથે રહેવાસીઓની માનસિક અને ભાવનાત્મક સુખાકારીને પણ મહત્ત્વ આપવામાં આવશે. અહીં લોકો માત્ર આશ્રિત બનીને નહીં, પરંતુ પોતાની ક્ષમતા મુજબ કૌશલ્ય વિકસાવીને અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સન્માનભેર જીવન જીવી શકશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ના હોય..., કલાકમાં જ રિલાયન્સના રોકાણકારોએ કમાઈ લીધા 1 લાખ કરોડ!
સેવા સાથે માનવતાનો સંદેશ
ADVERTISEMENT
રિલાયન્સ ફાઉન્ડેશનની આ પહેલ સમાજના એવા વર્ગો માટે આશાનું નવું કિરણ બની શકે છે, જેમને જીવનમાં સુરક્ષા અને કાયમી સહારાની જરૂર હોય છે. આશરે ૫,૦૦૦ લોકોને આવરી લેતી આ ટાઉનશિપમાં રહેઠાણની સાથે જીવનના વિવિધ તબક્કે જરૂરી સંભાળ અને વિકાસની તકો ઊભી કરવાનો ઉદ્દેશ છે. ‘અનંત આશ્રય’ની પરિકલ્પના પાછળનો મુખ્ય વિચાર એ છે કે દરેક વ્યક્તિને પ્રેમ, સન્માન અને સુરક્ષા સાથે જીવન જીવવાની તક મળવી જોઈએ. આ પ્રોજેક્ટ માત્ર આવાસ પૂરતો સીમિત ન રહેતાં માનવતા, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું પ્રતીક બનવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો