ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AI ડ્રાઈવિંગ ટેસ્ટના નિયમો સરળ બનાવવાની તૈયારી, 80% અરજદારો નાપાસ થતાં ટ્રેક અને સોફ્ટવેરમાં થશે ફેરફાર

ગુજરાત / AI ડ્રાઈવિંગ ટેસ્ટના નિયમો સરળ બનાવવાની તૈયારી, 80% અરજદારો નાપાસ થતાં ટ્રેક અને સોફ્ટવેરમાં થશે ફેરફાર

Published By: Nidhi Panchal

Last Updated: 01:25 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટમાં 80 ટકા સુધી અરજદારો નાપાસ થતાં વાહનવ્યવહાર વિભાગ એક્શનમાં આવ્યો છે. હવે ટેસ્ટના નિયમો સરળ બનાવવા, ટ્રેકમાં ફેરફાર કરવા અને પેઈડ પ્રેક્ટિસ સેશન શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઊંચા નાપાસ દરના કારણે હજારો વાહનચાલકોને લાઈસન્સ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ટેસ્ટમાં નિષ્ફળ જનાર અરજદારોને ફરી પરીક્ષા આપવા માટે લગભગ બે મહિના સુધી રાહ જોવી પડે છે, બીજી તરફ ટેસ્ટમાં નિષ્ફળતાનો દર ચિંતાજનક રીતે ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ટેસ્ટના નિયમો સરળ બનાવવા અને સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરવાની કવાયત હાથ ધરી છે.

AI

વિભાગની દરખાસ્ત મુજબ અરજદારોને વાસ્તવિક ટેસ્ટ આપતાં પહેલાં એઆઈ પરીક્ષા પદ્ધતિથી પરિચિત થવાની તક આપવામાં આવશે. આ માટે રજાના દિવસોમાં એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર પેઈડ પ્રેક્ટિસ સેશન શરૂ કરવાની યોજના છે, જેમાં અરજદારો વાસ્તવિક ટેસ્ટ ટ્રેક પર વાહન ચલાવી શકશે અને પીળી રેખાઓ, પાર્કિંગ માટેની નિર્ધારિત જગ્યા, વળાંક તથા સિગ્નલ સહિતની પ્રક્રિયાથી અગાઉથી પરિચિત થઈ શકશે. આ પ્રેક્ટિસ માટે અરજદારોએ નિર્ધારિત ફી ચૂકવીને સત્ર બુક કરાવવાનું રહેશે અને તેના માટેના નિયમોનું પાલન કરવું પડશે.

ટ્રેકમાં પણ ફેરફાર કરવાનું આયોજન છે

આ ઉપરાંત ટેસ્ટ દરમિયાન અરજદારોને થોડી વધુ અનુકૂળતા મળે તે માટે ટ્રેકમાં પણ ફેરફાર કરવાનું આયોજન છે. ખાસ કરીને સમાંતર પાર્કિંગ માટેના ટ્રેકની બાજુમાં કોન મૂકવામાં આવશે, પાર્કિંગ માટેની જગ્યા થોડી પહોળી કરાશે અને સોફ્ટવેરમાં પણ જરૂરી સુધારા કરાશે, જેથી સરહદી કિસ્સાઓમાં અરજદારોને થોડી છૂટ મળી શકે. ટ્રેક પર લગાવવામાં આવતાં પરિણામ દર્શાવતાં બોર્ડને પણ આગળની તરફ ખસેડવામાં આવશે, જેથી વાહનચાલકો ફિનિશિંગ લાઈન પરથી નજર હટાવ્યા વિના પોતાનું પરિણામ જોઈ શકે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક અરજદારો પરિણામનાં બોર્ડ તરફ જોતાં વાહન નિયંત્રણ ગુમાવીને નિર્ધારિત અંતિમ રેખા ઓળંગી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે બોર્ડનું સ્થાન બદલવાનો નિર્ણય લેવાયો છે.

પેરેલલ પાર્કિંગના ટ્રેક પર કોન મૂકવાની યોજના

વાહનવ્યવહાર કમિશનર રાજેન્દ્રકુમારે જણાવ્યું છે કે પેરેલલ પાર્કિંગના ટ્રેક પર કોન મૂકવાની યોજના છે. આ ઉપરાંત પાર્કિંગ માટેની જગ્યા વધારવામાં આવશે, જેથી અરજદારો માટે ટેસ્ટ પાસ કરવાનું થોડું સરળ બને, જોકે ટેસ્ટમાં પાસ થનારાઓની ટકાવારી હજુ પણ નીચી રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટમાં નિષ્ફળતાનું સૌથી મોટું કારણ પેરેલલ (સમાંતર) પાર્કિંગની પ્રક્રિયા બની છે. શહેરમાં કુલ નિષ્ફળતાના લગભગ ૮૦ ટકા કિસ્સા આ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. ટેસ્ટ દરમિયાન વાહનનો સહેજ સ્પર્શ થાય અથવા યલો લાઈન (પીળી સીમારેખા) ઓળંગાય તો અરજદારને આપોઆપ નાપાસ જાહેર કરવામાં આવે છે, તેના કારણે ભૂલ સુધારવાની બહુ ઓછી તક મળે છે.

વેઈટિંગ લિસ્ટ લાંબું, ફરી ટેસ્ટ માટે લાંબી રાહ

ડ્રાઈવિંગ ટેસ્ટમાં નિષ્ફળતાના ઊંચા દરના કારણે રાજ્યનાં આરટીઓમાં ફરી ટેસ્ટ આપનારા અરજદારોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં ચાર પૈડાંવાળાં વાહનોની ટેસ્ટ માટે અરજદારોને ૫૦થી ૫૫ દિવસ રાહ જોવી પડે છે. રાજકોટમાં આ સમયગાળો ૪૫થી ૫૧ દિવસ, સુરતમાં ૩૫થી ૪૫ દિવસ અને વડોદરામાં લગભગ બે મહિના જેટલો છે. અમદાવાદના એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર દરરોજ આશરે ૧૦૦થી ૧૧૦ ફોર વ્હીલર અને ૧૬૦થી ૧૮૦ ટુ વ્હીલરના ટેસ્ટ લેવામાં આવે છે. ઊંચા નાપાસ દરના કારણે નિષ્ફળ ગયેલા અરજદારો ફરી ટેસ્ટ આપવા માટે પાછા આવે છે અને નવા અરજદારો સાથે સ્પર્ધા કરે છે, પરિણામે વેઈટિંગ લિસ્ટ વધુ લાંબું બની રહ્યું છે.

આ પણ વાંચો : રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં ચોંકાવનારો ધડાકો, ઉઠ્યાં પોલીસ પર સવાલ

આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ ખાતે બીજો એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવાની પણ યોજના છે. આ ટ્રેક આગામી આઠ મહિનામાં શરૂ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત રાજકોટ અને સુરતમાં પણ આવી સુવિધા ઊભી કરવાની યોજના છે. અમદાવાદમાં એક મહિના સુધી ચાલેલી ટેસ્ટ પ્રક્રિયા દરમિયાન હળવાં મોટર વાહનોની ટેસ્ટ આપનારા લગભગ ૮૦ ટકા અરજદારો નાપાસ થયા હતા, જ્યારે ટુ વ્હીલરની ટેસ્ટમાં નાપાસ થવાનો દર ૩૦ ટકા નોંધાયો હતો. અધિકારીઓના અંદાજ મુજબ ગુજરાતના શહેરી વિસ્તારોમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં નિષ્ફળતાનો દર લગભગ ૮૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૭૫ ટકા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat RTO AI Driving Test Driving Test Rules

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ