ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / અમદાવાદમાં ફાઇનલમાં યુગાન્ડાને હરાવી ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન, દેશ માટે જીત્યો ખિતાબ!

સ્પોર્ટ્સ / અમદાવાદમાં ફાઇનલમાં યુગાન્ડાને હરાવી ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન, દેશ માટે જીત્યો ખિતાબ!

Published By: Jinal Chauhan

Last Updated: 07:49 AM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મેદાન પર ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર રમત બતાવીને દેશનું નામ રોશન કર્યું છે. પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં યુગાન્ડાને હરાવી ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

ADVERTISEMENT

ભારતીય મહિલા ટીમે અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં યુગાન્ડાને 35-15થી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. સાક્ષી સહિતની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે પહેલા હાફમાં જ મોટી લીડ મેળવીને જીતનો રસ્તો સરળ બનાવ્યો હતો. મેચ પૂરી થતાં જ સ્થાનિક દર્શકોએ ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમદાવાદમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ

ભારતીય મહિલા કબડ્ડી ટીમે શનિવાર, 31 ઓક્ટોબરના રોજ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇતિહાસ રચ્યો છે. પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ભારતે યુગાન્ડાને 35-15થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. યજમાન ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી અને યુગાન્ડાની ટીમને વાપસી કરવાની તક આપી નહોતી.

આ જીત સાથે ભારતીય મહિલા ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું. ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો હતો. રેડિંગમાં આક્રમકતા અને ડિફેન્સમાં મજબૂત પકડના કારણે ભારતે સરળતાથી જીત મેળવી હતી.

સાક્ષીએ સૌથી વધુ 9 પોઈન્ટ મેળવ્યા

ફાઇનલ મેચમાં સાક્ષી ભારતીય ટીમ તરફથી સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ખેલાડી રહી હતી. તેણે કુલ 9 પોઈન્ટ મેળવ્યા હતા. જેમાં 7 ટચ પોઈન્ટ અને 2 બોનસ પોઈન્ટ સામેલ હતા. તેના સતત આક્રમણના કારણે યુગાન્ડાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.અનુ સેને પણ શાનદાર રમત બતાવીને 6 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે ભારતીય ટીમની કેપ્ટન નિધિ શર્માએ 5 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત રિતુ મિથરવાલ અને સુમન સાહુએ ડિફેન્સમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. બંને ખેલાડીઓએ ચાર-ચાર ટેકલ પોઈન્ટ મેળવીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ યુગાન્ડાની નાકાયોંગો શિરતે પોતાની ટીમ માટે સૌથી વધુ 11 પોઈન્ટ મેળવ્યા હતા.

ભારતીય રેડર્સ સામે યુગાન્ડાનું ડિફેન્સ નબળું પડ્યું

યુગાન્ડાની ટીમે સેમિફાઇનલમાં પોતાના મજબૂત ડિફેન્સના આધારે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે ભારત સામે તેમની આ રણનીતિ કામ આવી નહોતી. ભારતીય રેડર્સે સતત પોઈન્ટ મેળવીને વિરોધી ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું.પ્રથમ હાફમાં સાડા ત્રણ મિનિટ બાકી હતી ત્યારે ભારતને યુગાન્ડાને ઓલઆઉટ કરવાની તક મળી હતી. ભારતીય ખેલાડીઓના આક્રમક પ્રદર્શનના કારણે હાફ ટાઇમ સુધીમાં સ્કોર 22-7 થઈ ગયો હતો. એટલે કે પહેલા હાફમાં જ ભારતે 15 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. ખાસ વાત એ હતી કે યુગાન્ડાની ટીમ પહેલા હાફમાં એક પણ ટેકલ પોઈન્ટ મેળવી શકી નહોતી.

vtv app promotion

આ પણ વાંચોઃ મનીષા ભાનવાલાએ રચ્યો ઈતિહાસ: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બની

બીજા હાફમાં પણ ભારતનો દબદબો યથાવત

બીજા હાફમાં યુગાન્ડાની ટીમે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમને સફળ થવા દીધા નહોતા. ભારતે રેડ પોઈન્ટમાં 20-14 અને ટેકલ પોઈન્ટમાં 10-1ની સરસાઈ મેળવી હતી. આ ઉપરાંત બે વખત યુગાન્ડાની ટીમને ઓલઆઉટ કરીને ભારતે વધારાના 4 પોઈન્ટ પણ મેળવ્યા હતા.ભારતીય ટીમે મેચના અંત સુધી પોતાની પકડ જાળવી રાખી હતી. નિધિ શર્માની આગેવાની હેઠળની ટીમે 35-15ના સ્કોર સાથે જીત મેળવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. જીત બાદ ખેલાડીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. સ્થાનિક દર્શકોએ પણ ટીમને ભવ્ય આવકાર આપ્યો હતો. મેચ બાદ કેપ્ટન નિધિ શર્માએ ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી અને દર્શકોના સમર્થન બદલ આભાર માન્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati smachar Commonwealth Kabaddi Championship Indian Women's Kabaddi

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ