ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળીની ખરીદી કરવા અમદાવાદના બજારોમાં જાઓ છો તો સાવધાન! ટાબરિયા, મહિલા અને બ્લેડ ગેંગનો ખતરો
Last Updated: 01:23 PM, 31 October 2026
ADVERTISEMENT
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદનાં બજારોમાં ખરીદીની રોનક જામવા લાગી છે. ખાસ કરીને દિવાળી પહેલાં આવતા શનિવાર અને રવિવારે બજારોમાં સૌથી વધુ ભીડ ઊમટવાની છે. નોકરી કરતા લોકો પગાર અને બોનસ મળ્યા બાદ પરિવાર સાથે ખરીદી કરવા નીકળશે. લાલ દરવાજા, રતનપોળ, ઢાલગરવાડ અને માણેકચોક સહિતનાં બજારોમાં પગ મૂકવાની જગ્યા નહીં રહે તેવી સ્થિતિ સર્જાશે, જોકે ખરીદીના આ ધમધમાટ વચ્ચે તસ્કર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. લોકોના હરખ પર પાણી ફેરવવા માટે ટાબરિયા ગેંગ, મહિલા ગેંગ, બ્લેડ ગેંગ અને ખિસ્સાકાતરુઓએ બજારમાં એન્ટ્રી મારી દીધી છે.
ADVERTISEMENT

બજારમાં ભીડ વધવાની સાથે જ ચોર ટોળકીઓ માટે ચોરી કરવાની તક ઊભી થાય છે. ગ્રાહક બનીને બજારમાં પ્રવેશતી આ ટોળકીઓ લોકોની નજર ચૂકવીને પર્સ, મોબાઈલ, રોકડ રકમ અને કીમતી વસ્તુઓની ચોરી કરી જાય છે.
ADVERTISEMENT
બજારમાં સક્રિય થતી ટાબરિયા ગેંગ ચોરી કરવા માટે બાળકોનો ઉપયોગ કરે છે. ભીડમાં નાનાં બાળકો સરળતાથી લોકો વચ્ચે ઘૂસી જાય છે અને કોઈને શંકા પણ જતી નથી. આ બાળકોને મોબાઈલ, પર્સ અને રોકડ રકમની ચોરી કરવાની ખાસ તાલીમ આપવામાં આવતી હોવાની વિગતો સામે આવે છે.
ADVERTISEMENT
ખરીદી માટે નીકળેલા લોકોની થેલી અને પર્સ પણ તસ્કરોના નિશાના પર હોય છે. બ્લેડ ગેંગના સભ્યો ભીડમાં ગ્રાહકોની પાછળ રહીને તેમની થેલી કે પર્સને બ્લેડથી કાપી નાખે છે. થેલીમાં રહેલી રોકડ કે કીમતી વસ્તુઓ કાઢી લઈને ગેંગના અન્ય સભ્યો ફરાર થઈ જાય છે. ઘણી વખત ગ્રાહકને ખરીદી પૂરી થયા પછી જ ચોરીની જાણ થાય છે.
ADVERTISEMENT
બજારમાં ખરીદીમાં વ્યસ્ત લોકોના ખિસ્સામાંથી મોબાઈલ અને પાકીટ સેરવી લેતી ગેંગ પણ સક્રિય થાય છે. ખાસ કરીને ભીડમાં ધક્કામુક્કી થાય ત્યારે તસ્કરો તકનો લાભ લે છે. આ ઉપરાંત રસ્તા પર મોબાઈલમાં વાત કરતા લોકોના હાથમાંથી મોબાઈલ આંચકીને બાઈક પર ફરાર થતી ટોળકીઓ પણ લોકો માટે જોખમરૂપ બને છે.
ADVERTISEMENT
દિવાળીના તહેવારમાં શહેરનાં કેટલાંક પરંપરાગત બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. આ બજારોમાં ખરીદી કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.
ADVERTISEMENT
દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવાની કવાયત પણ કરવામાં આવે છે. કારંજ પોલીસ દ્વારા અગાઉ બજારમાં મોક ચોરી એટલે કે નકલી ચોરીનું આયોજન કરીને લોકોને બતાવવામાં આવ્યું હતું કે ભીડમાં કેવી રીતે તસ્કરો નજર ચૂકવીને સામાન ચોરી જાય છે. આ પ્રયોગનો હેતુ લોકોને પોતાની વસ્તુઓની સુરક્ષા અંગે સાવચેત કરવાનો છે.
દિવાળીમાં તસ્કરો ચોરી કરે નહીં તે માટે બજારમાં વોચ ટાવર ઊભા કરાયા છે, જેમાં પોલીસ કર્મચારી તમામ ગતિવિધિ પર નજર રાખશે. બજારમાં પ્રવેશવાના દ્વાર અને નીકળવાના રસ્તા પર પોલીસ તહેનાત રહેશે. આ ઉપરાંત ચોરી ન થાય તે માટે પોલીસ દ્વારા માઈક પર સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે, બીજી તરફ પોલીસ દ્વારા ગ્રાહક બનીને ચોર ટોળકીઓ પર નજર રખાશે. ભરતકુમાર રાઠોડ, ઝોન-ર, ડીસીપી
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.