ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / મનીષા ભાનવાલાએ રચ્યો ઈતિહાસ: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બની

સ્પોર્ટ્સ / મનીષા ભાનવાલાએ રચ્યો ઈતિહાસ: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બની

Published By: Pravin Joshi

Last Updated: 10:26 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાની મનીષા ભાનવાલાએ કઝાકિસ્તાનમાં અમેરિકન પેલવાનને હરાવીને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બનવાનો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપ્યો છે.

ADVERTISEMENT

હરિયાણાના જીંદ જિલ્લાની કુશ્તીબાજ મનીષા ભાનવાલાએ ઈતિહાસ રચી દીધો છે. કઝાકિસ્તાનના અસ્તાના ખાતે આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. મહિલાઓની 59 કિલોગ્રામ વર્ગની સ્પર્ધામાં મનીષાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ફાઈનલ મેચમાં અમેરિકાની અબિગેલ નેટને પરાજય આપીને તેમણે વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ મનીષા ભાણવાલા વર્લ્ડ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય મહિલા કુશ્તીબાજ બની ગઈ છે.

ભારતીય કુશ્તીના ઈતિહાસમાં સુશીલ કુમાર પછી કોઈ ખેલાડીએ વિશ્વ વિજેતા બનવાની આ સિદ્ધિ મેળવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુશીલ કુમારે વર્ષ 2010માં 66 કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રોમાંચક ફાઈનલ મેચમાં મનીષા ભાણવાલા એક સમયે 0-6થી પાછળ ચાલી રહી હતી, પરંતુ તેણે આશ્ચર્યજનક વાપસી કરીને 8-6થી શાનદાર વિજય મેળવ્યો હતો.

didha - 2026-10-30T222501.684

મનીષા ભાણવાલાએ વર્ષ 2013માં પોતાની કુશ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા સુરેશે માત્ર શારીરિક ક્ષમતા અને તંદુરસ્તી સુધારવાના હેતુથી તેમને કુશ્તીમાં મૂક્યા હતા, પરંતુ ધીમે ધીમે મનીષાને પોતાની અંદર રહેલી પ્રતિભાનો અહેસાસ થયો અને તેઓ વ્યાવસાયિક કુશ્તીબાજ બની ગયા. વર્ષ 2022માં મનીષાના જીવનમાં એક એવી આઘાતજનક ઘટના બની જેણે તેમને અંદરથી હચમચાવી દીધા હતા. 2022માં તેઓ એશિયન ચેમ્પિયનશિપ માટે રવાના થાય તે પહેલા જ તેમના પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. મનીષાના પિતા તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં જ સાથ છોડીને ચાલી ગયા, છતાં આ ખેલાડીએ હિંમત ન હારી અને આગળ વધવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન

મનીષા ભાણવાલાને એશિયન ગેમ્સ 2026માં પણ મોટો ઝાટકો લાગ્યો હતો. આ રમત ઉત્સવમાં મેડલ જીતવા માટે તેમણે સખત પરિશ્રમ કર્યો હતો અને લાંબા સમય સુધી પોતાના ઘરે પણ ગયા ન હતા. પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની અકારી ફુજનામી સામે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ નિષ્ફળતા બાદ તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કેન્દ્રિત કર્યું અને આજે વર્લ્ડ ચેમ્પિયન બનીને સુવર્ણ અક્ષરે ઈતિહાસ લખી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wrestling ManishaBhanwala WorldChampion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ