ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વસ્તી ગણતરી 2027ની તારીખો જાહેર: 25 જાન્યુઆરીથી શરૂ થશે દેશવ્યાપી પ્રક્રિયા

નેશનલ / વસ્તી ગણતરી 2027ની તારીખો જાહેર: 25 જાન્યુઆરીથી શરૂ થશે દેશવ્યાપી પ્રક્રિયા

Published By: Pravin Joshi

Last Updated: 09:14 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027ની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન દેશવ્યાપી ગણતરી હાથ ધરાશે.

ADVERTISEMENT

દેશમાં આગામી વસ્તી ગણતરીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દેશવ્યાપી વસ્તી ગણતરી આગામી વર્ષે એટલે કે 25 જાન્યુઆરી 2027થી શરૂ થઈને 28 ફેબ્રુઆરી 2027 સુધી હાથ ધરવામાં આવશે. જોકે, આ પ્રક્રિયામાંથી વિધાનસભા ચૂંટણી યોજાવાની હોય તેવા રાજ્યો અને ભારે બરફવર્ષા ધરાવતા વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા છે.

Census1

સત્તાવાર જાહેરનામા મુજબ, ચૂંટણી અને બરફવર્ષાની સ્થિતિવાળા પ્રદેશોને બાદ કરતા સમગ્ર દેશમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, વસ્તી ગણતરી માટેનો સુધારણા રાઉન્ડ 1 માર્ચ 2027થી 5 માર્ચ 2027 સુધી યોજાશે.

Indian-Population-Abroad-03

ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મણિપુર (આગામી જાહેરાત સુધી), ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, લદાખ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના બરફાચ્છદિત વિસ્તારો (જ્યાં વસ્તી ગણતરીનો સમયગાળો અલગ રહે છે) સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન ગણતરીનું કાર્ય કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન

આ જાહેરનામામાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘેર-ઘેર જઈને વસ્તી ગણતરીની સત્તાવાર શરૂઆત થતાની બરાબર પહેલા, એટલે કે 10 જાન્યુઆરી 2027થી 24 જાન્યુઆરી 2027 સુધી નાગરિકો પાસે પોતાની માહિતી જાતે જ નોંધાવવાનો વિશેષ વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Census2027 IndiaCensus PopulationCount

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ