ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચમોલી હેલિકોપ્ટર દુર્ઘટના: ઓરેન્જ એલર્ટ છતાં બદ્રીનાથથી ઉડાન પર ગંભીર સવાલો

નેશનલ / ચમોલી હેલિકોપ્ટર દુર્ઘટના: ઓરેન્જ એલર્ટ છતાં બદ્રીનાથથી ઉડાન પર ગંભીર સવાલો

Published By: Pravin Joshi

Last Updated: 06:38 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ચમોલીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું હેલિકોપ્ટર તૂટી પડતાં પાયલટ સહિત તમામ 6 લોકોના મોત થયા છે.

ADVERTISEMENT

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે એક અત્યંત દર્દનાક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે. બદ્રીનાથ ધામથી યાત્રીઓને લઈને પરત ફરી રહેલું ‘ટ્રાન્સ ભારત એવિએશન’ કંપનીનું હેલિકોપ્ટર જોશીમઠ નજીકના ચાઈ ગામ પાસે અકસ્માતગ્રસ્ત થઈને તૂટી પડ્યું હતું. આ ગોઝારી ઘટનામાં પાયલટ સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના નિધન થયા છે. ઘટનાની જાણ થતાં જ ભારતીય સેના, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સઘન રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે તમામ 6 મૃતદેહો શોધી કાઢ્યા છે. તમામ મૃતદેહોને ઘટનાસ્થળેથી માર્ગ મારફતે નીચે લાવવામાં આવી રહ્યા છે, જ્યાંથી તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવશે.

આ ભયાનક હોનારત બાદ હવામાનની સ્થિતિને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આ સમગ્ર વિસ્તારમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું અને પહાડી વિસ્તારોમાં ખરાબ હવામાનની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી, ત્યારે આવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ બદરીનાથથી હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી કોણે અને કેવી રીતે આપી? શું ઉડાન ભરતા પહેલા હવામાનની સ્થિતિનું યોગ્ય આંકલન કરવામાં આવ્યું હતું કે કેમ? હાલમાં આ તમામ સવાલોના જવાબો મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.

બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહ્યું હતું હેલિકોપ્ટર

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રાન્સ ભારત એવિએશનનું આ હેલિકોપ્ટર બદરીનાથ ધામથી મુસાફરોને લઈને દેહરાદૂનના સહસ્રધારા હેલિપેડ તરફ જવા માટે રવાના થયું હતું. આ દરમિયાન જોશીમઠ ઘાટી નજીક આવેલા ચાઈ ગામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અકસ્માત થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્રે બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરી દીધી હતી. હેલિકોપ્ટરમાં પાયલટ કેપ્ટન હિમાંશુ (48) ઉપરાંત પાંચ મુસાફરો સવાર હતા. આ મુસાફરોની ઓળખ પ્રતાપ (41), અરુણ (44), શંકર ગૌડા (39), સુધીર કે. (50) અને એચ.એસ. નટરાજ (51) તરીકે થઈ છે.

ઘટનાસ્થળે કાળા વાદળો અને બરફવર્ષા

દુર્ઘટનાસ્થળની આસપાસ હવામાન અત્યંત ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. આકાશમાં ઘનઘોર કાળા વાદળો ઘેરાયેલા છે અને ઘટનાસ્થળ નજીક હળવી બરફવર્ષા પણ થઈ રહી છે. પહાડી વિસ્તારમાં હવામાનની આ પ્રતિકૂળ પરિસ્થિતિઓએ રાહત અને બચાવ કામગીરીમાં મોટો પડકાર ઉભો કર્યો હતો. ગુમ થયેલા હેલિકોપ્ટર અને તેમાં સવાર નાગરિકોની શોધખોળ માટે જોશીમઠ ખાતેથી હવાઈ બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, બચાવ ટુકડીએ તમામ લોકોના મૃતદેહ જપ્ત કરી લીધા છે. આ મૃતદેહોને માર્ગ મારફતે લાવીને આગળની કાનૂની પ્રક્રિયા અને મરણોત્તર પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ નિર્ણય / હવેથી આટલી સ્પીડ પર નહીં આવે ટ્રાફિક મેમો! ઓવરસ્પીડિંગના કારણે વધતા ચલણને લઇ ગડકરીનું મોટું એલાન

ઓરેન્જ એલર્ટ હોવા છતાં ઉડાન કેમ ભરી?

આ હોનારત બાદ હવામાન વિભાગની ચેતવણી અને હેલિકોપ્ટરના ઉડાન સંચાલનને લઈને અનેક આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. શુક્રવારે હવામાન વિભાગે આ ક્ષેત્ર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું, છતાં હેલિકોપ્ટરે બદ્રીનાથથી ઉડાન ભરી હતી. આ સંજોગોમાં હવે એ તપાસનો વિષય બન્યો છે કે ઉડાન ભરતા પહેલા કયા આધારે હવામાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને શું તે સમયે ઉડાન માટે પરિસ્થિતિઓ સાનુકૂળ હતી કે નહીં? જોકે, અત્યાર સુધી દુર્ઘટનાના વાસ્તવિક અને ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Badrinath ChamoliCrash HelicopterCrash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ