ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભીલડીથી PM મોદીએ કર્યા વખાણ, કહ્યું ''હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ''

બનાસકાંઠા / ભીલડીથી PM મોદીએ કર્યા વખાણ, કહ્યું ''હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ''

Published By: Priykant Shrimali

Last Updated: 12:59 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Bhildi : ભીલડીમાં PM મોદીનું સંબોધન: ખેડૂતો, પશુપાલન અને મધમાખી ઉછેરથી આવક વધારવા પર ભાર, ગુજરાતનો જીવનભર ઋણી રહીશ

ADVERTISEMENT

PM Modi In Bhildi : બનાસકાંઠાના ભીલડીમાં યોજાયેલી વિશાળ સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. સભામાં ઉપસ્થિત લોકોની વિશાળ સંખ્યાને જોઈને તેમણે કહ્યું હતું કે, બનાસકાંઠાના લોકોએ આજે વટ પાડી દીધો છે. દુનિયામાં આટલી મોટી ખાટલા સભા કદાચ ક્યારેય નહીં થઈ હોય. તેમણે PM કિસાન સન્માન નિધિ, MSP, સોલાર પંપ, પશુપાલનમાં આધુનિક ટેક્નોલોજી અને મધ ઉત્પાદન સહિતની પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

PM કિસાન સન્માન નિધિ નાના ખેડૂતોનો આધાર બની: PM મોદી

વડાપ્રધાને કહ્યું હતું કે PM કિસાન સન્માન નિધિ યોજના નાના ખેડૂત પરિવારોના જીવનનો હિસ્સો બની ગઈ છે. આ યોજના દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય મળી રહી છે. તેમણે અગાઉની સરકારો પર MSPના મુદ્દે ખેડૂતોને વાયદા પૂર્ણ ન કરવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ પોતાની સરકારે MSP અંગે કરેલા વાયદા પૂર્ણ કર્યા હોવાનું જણાવ્યું હતું.

12 લાખ સોલાર પંપથી ખેડૂતોને ફાયદો

ખેડૂતોની આવક અને ખર્ચ અંગે વાત કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધીમાં 12 લાખ સોલાર પંપ ખેડૂતોને આપ્યા છે. તેમના મતે, જો આ સોલાર પંપ ન મળ્યા હોત તો ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીઝલ ખરીદવું પડત. તેમણે સોલાર પંપના ઉપયોગથી ખેડૂતોના ખર્ચમાં મોટી બચત થઈ હોવાનું પણ જણાવ્યું હતું.

ખેતી અને પશુપાલનમાં વિજ્ઞાન-ટેક્નોલોજીનો ઉપયોગ

વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રને વિજ્ઞાન સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પશુપાલન ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ અંગ છે અને આ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ પશુપાલકો માટે નવી તકો ઊભી કરી શકે છે. BBBRC સેન્ટરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ કેન્દ્ર રાષ્ટ્રીય ગોકુલ મિશનને આગળ વધારવામાં મદદરૂપ થશે. અહીં દેશી ગાયોના ઉત્તમ સંવર્ધન માટે કામ થશે. સેન્ટરની IVF ટેક્નોલોજીથી ભવિષ્યની પેઢીને વધુ સારી ગુણવત્તાનું પશુધન મળી શકશે.

ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ: PM મોદી

PM મોદીએ જણાવ્યું હતું કે ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને તેનો લાભ દેશના પશુપાલકોને મળ્યો છે. તેમણે ગોબરમાંથી બાયોગેસ અને જૈવિક ખાતર તૈયાર કરવા માટે જરૂરી માળખું ઊભું કરવાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારની પહેલોથી પશુપાલનને આવકના વધારાના સ્ત્રોત સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

મધમાખી ઉછેરથી ખેડૂતોની આવકમાં વધારો

ખેડૂતોની આવક વધારવા માટે મધમાખી ઉછેરને પણ મહત્વપૂર્ણ ગણાવતાં વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં મધનું ઉત્પાદન બમણું થયું છે. અગાઉ મધ ક્રાંતિ લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું અને હવે મધ ઉત્પાદનના નવા રેકોર્ડ નોંધાયા છે. તેમણે ભારત પ્રાકૃતિક મધના મોટા નિકાસકાર દેશોમાં સ્થાન ધરાવતું હોવાનું પણ જણાવ્યું હતું.

'આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ'

પોતાના જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં વડાપ્રધાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું હતું કે દેશની જનતાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે. ગુજરાતના લોકોએ એક ગામના સામાન્ય છોકરાને આગળ વધવાની તક આપી અને તેમના પર વિશ્વાસ મૂક્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતની જનતાએ જે શીખવ્યું તે જ લઈને તેઓ દિલ્હી ગયા અને ત્યાં કામ કર્યું. દિલ્હી જઈને જે કંઈ કરી શક્યા તેનો શ્રેય તેમણે ગુજરાતની જનતાને આપ્યો હતો. 'આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ' તેમ કહી તેમણે ગુજરાત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ખાતરની અછતની અફવા ફેલાવવાનો વિપક્ષ પર આક્ષેપ

વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કેટલાક લોકો દેશ મુશ્કેલીમાં હોય ત્યારે ખુશ થાય છે. દુનિયાના વિવિધ ભાગોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાતરની અછત અંગે અફવાઓ ફેલાવવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ખાતરની કિંમતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘી મળતી ખાતરની થેલી ખેડૂતોને ભારતમાં સબસિડીના કારણે ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, આશરે રૂ.3,000ની કિંમતની ખાતરની થેલી ખેડૂતોને રૂ.300માં અને રૂ.5,000ની થેલી રૂ.1,300માં આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠાથી PM મોદીએ જાહેર કર્યો PM કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો, ખેડૂતો ચેક કરી લેજો

રન ફોર યુનિટીમાં જોડાવા યુવાનોને અપીલ

સંબોધનના અંતે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનારી 'રન ફોર યુનિટી'માં યુવાનોને જોડાવા આહ્વાન કર્યું હતું. તેમણે દેશની એકતા અને અખંડિતતાના સંદેશને આગળ વધારવા યુવાનોને ભાગ લેવા અપીલ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Animal Husbandry Farmers Welfare PM Narendra Modi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ