ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ, ચાટના સ્ટોલમાંથી શરૂ થયેલી આગ મોમોસના આઉટલેટ સુધી પહોંચી

ગુજરાત / અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ, ચાટના સ્ટોલમાંથી શરૂ થયેલી આગ મોમોસના આઉટલેટ સુધી પહોંચી

Published By: Nidhi Panchal

Last Updated: 08:49 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ચાટના સ્ટોલમાંથી શરૂ થયેલી આગ અન્ય આઉટલેટ સુધી ફેલાતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

અમદાવાદના જાણીતા ફૂડ બજારમાં લોકો ખાણીપીણીની મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. શરૂઆતમાં ચાટના ફૂડ સ્ટોલમાં લાગેલી આગ થોડા જ સમયમાં આખા આઉટલેટમાં ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ આગ બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફૂડ બજારમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

AHD-AAG

ચાટના સ્ટોલમાંથી શરૂ થયેલી આગ ત્રણ આઉટલેટ સુધી પહોંચી

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં ચાટના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યાની થોડી જ વારમાં તે આખા આઉટલેટમાં ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી આગ પહોંચી હતી. પ્રાથમિક માહિતીમાં ત્રણથી ચાર સ્ટોલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જોકે, ફાયર વિભાગની માહિતી મુજબ ચાટ અને મોમોસ સહિત કુલ ત્રણ આઉટલેટ આગની ઝપેટમાં આવ્યા હતા. આગ ઝડપથી ફેલાતાં ફૂડ બજારમાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બોપલ ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે ફાયર બ્રિગેડની ત્રણથી ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બોપલ ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ ઉપરાંત ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ અન્ય સ્ટોલ સુધી ન ફેલાય તે માટે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

કરવાચોથના કારણે ફૂડ બજારમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા

અર્બન ચોક અમદાવાદના જાણીતા ફૂડ બજારો પૈકીનું એક છે. અહીં 50થી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે અને મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે આવતા હોય છે. ઘટનાના દિવસે કરવાચોથનું વ્રત હોવાથી ફૂડ બજારમાં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. આવી સ્થિતિમાં અચાનક આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જ્વાળાઓ વધતાં ફૂડ બજારમાં હાજર લોકો સુરક્ષિત સ્થળે જવા લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી ફાયર વિભાગ માટે આગને કાબૂમાં લેવાની સાથે લોકોની સુરક્ષા પણ મહત્વની બની હતી.

આગ લાગતાં નાસભાગ, લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી ફેલાતી હોવાથી ફૂડ બજારમાં હાજર લોકોને તાત્કાલિક બહાર કાઢવાની જરૂર પડી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમે લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે ફૂડ બજારમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં બોગસ ડોક્ટરનું મંત્રીના હસ્તે સન્માન થતાં વિવાદ, અગાઉ નવસારી SOGએ કરી હતી ધરપકડ

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી

અર્બન ચોક ફૂડ બજારમાં ચાટ અને મોમોસ સહિત ત્રણ આઉટલેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આગના કારણે ફૂડ સ્ટોલને કેટલું નુકસાન થયું છે તે અંગે પણ વિગતો ઉપલબ્ધ નથી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ અને તપાસ પૂર્ણ થયા પછી તેનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Urban Chowk Fire Gujarati Samachar Rajpath Rangoli Club Road Fire

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ