ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પ્રેમ પ્રકરણમાં પતિ પર ખૂની હુમલો, ચાકુથી તાબડતોબ વાર, સીસીટીવી ફૂટેજે ખોલ્યા રાઝ

નેશનલ / પ્રેમ પ્રકરણમાં પતિ પર ખૂની હુમલો, ચાકુથી તાબડતોબ વાર, સીસીટીવી ફૂટેજે ખોલ્યા રાઝ

Published By: Pravin Joshi

Last Updated: 05:13 PM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝિયાબાદના વસુંધરામાં પ્રેમસંબંધોને કારણે જિમ ટ્રેનરે પત્ની સાથે મળીને સીએજી પતિ પર ઘરમાં ઘૂસીને ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં પ્રેમસંબંધોને કારણે એક હચમચાવી નાખળારી અને દિલ દ્રવી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જિમ ટ્રેનરે ઘરમાં ઘૂસીને મહિલાના પતિ પર ચાકુથી આડેધડ ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જિમ ટ્રેનર અને તેની મહિલા મિત્ર બંનેની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ મોકલી આપ્યા છે.

ઘટનાની વિગતો અને પોલીસ તપાસ

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતી વસુંધરાની જાગૃતિ આરડબ્લ્યુએ સોસાયટીમાં 26 ઓક્ટોબરની સવારે આ ઘટના બની હતી. જિમ ટ્રેનર પ્રતાપ સિંહે પ્રિયા શર્માના પતિ શશાંક કંથરિયાના ઘરમાં ઘૂસીને ચાકુ વડે અનેક ગંભીર વારો કર્યા હતા. પોલીસ તપાસમાં પત્ની સાથેના પ્રેમસંબંધોના કારણે હત્યાના આ કથિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સ્થાનિક રહીશોની સમયસૂચકતા અને મદદથી ગંભીર રીતે ઘાયલ થયેલા શશાંકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી છે. પોલીસે ગુનામાં વપરાયેલું ચાકુ પણ જપ્ત કરી લીધું છે.

સીસીટીવી ફૂટેજથી ખૂલ્યું ખૌફનાક રહસ્ય

આ સનસનાટીભર્યા બનાવનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. ફૂટેજમાં સવારના સમયે મહિલા પ્રિયા શર્મા ઘરની બહાર નીકળ્યા બાદ જિમ ટ્રેનર પ્રતાપ સિંહ ઝડપથી ફ્લેટમાં પ્રવેશતો સ્પષ્ટ નજરે પડે છે. તેના થોડી જ ક્ષણો પછી તે ત્યાંથી દોડતો બહાર નીકળતા નજરે ચઢે છે. આ ભયાનક ઘટનાના કારણે આખી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને સનસનાટી મચી ગઈ હતી.

હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

ઘાયલ શશાંક કંથરિયા ટપાલ વિભાગ (ડાક વિભાગ)માં સિનિયર અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. હુમલા બાદ તેમને અત્યંત નાજુક હાલતમાં યશોદા મેડિસીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમના માથા, છાતી અને હાથ પર ઊંડા ઘા વાગ્યા છે, જેના કારણે તેમની સ્થિતિ અત્યંત ગંભીર બની છે અને તબીબોની દેખરેખ હેઠળ તેમની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

વધુ વાંચો : / આંદોલન દરમિયાન હિંસા કરનારાઓને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી પડી શકે, જાણો ક્યાં લેવાયો

પોલીસે બંને આરોપીઓને મોકલ્યા જેલ

શશાંકના ભાઈની સત્તાવાર ફરિયાદના આધારે ઇન્દિરાપુરમ પોલીસે જિમ ટ્રેનર પ્રતાપ સિંહ અને પ્રિયા શર્મા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આપરાધિક ષડયંત્ર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ અને નિશાનદેહીના આધારે હુમલામાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ પણ કબ્જે કરી લીધું છે. હાલ પોલીસ આ સમગ્ર પ્રકરણની તમામ કડીઓ જોડવા અને બંને આરોપીઓની અલગ-અલગ ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GhaziabadCrime GymTrainerCase Vasundhara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ