ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજે કરવા ચોથ, નોટ કરી લેજો ચાંદ નિકળવાનો સમય, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / આજે કરવા ચોથ, નોટ કરી લેજો ચાંદ નિકળવાનો સમય, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Last Updated: 08:01 AM, 29 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કરવાચોથના પવિત્ર પર્વે આજે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે વ્રત રાખશે. ચાલો જાણીએ કરવાચોથ 2026નો શુભ પૂજા મુહૂર્ત, ચંદ્રદર્શનનો સમય અને વીરાવતીની પ્રચલિત વ્રતકથા વિષે.

1/7

photoStories-logo

1. કરવા ચૌથ

કરવા ચૌથ આજે 29 ઓક્ટોબર 2026ના ગુરુવારે મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને આ વ્રતનું ખાસ મહત્વ છે. જેમાં સુહાગન મહિલાઓ પતિની લાંબી આયુ અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે આ વ્રત રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તિથિ અને મુહૂર્ત

ચતુર્થી તિથિ 29 ઓક્ટોબરની રાત્રે આશરે 1:06થી શરૂ થઈને રાત્રે 10:09 સુધી રહેશે. જેમાં પૂજાનું શુભ મુહૂર્ત (દિલ્હી-એનસીઆર)માં સાંજે આશરે 5:38થી 6:56 સુધી રહેશે તો દિલ્હીમાં ચંદ્રોદય રાત્રે આશરે 8:17 વાગે થશે. ગુરુગ્રામમાં ચંદ્રોદય રાત્રે આશરે 8:18 રહેશે. આમ ચંદ્રોદયનો સમય શહેર મુજબ બદલાઈ શકે છે આથી પોતાના શહેરના સ્થાનિક પંચાંગથી ખાતરી કરી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સરગીથી થાય છે વ્રતની શરૂઆત

સૂર્યોદય પહેલાં સરગી ખવાય છે. ઘણા ઘરોમાં સાસુ પોતાની પુત્રવધૂને સરગી આપે છે. તેમાં ફળ, મીઠાઈ, સૂકા મેવા અને પૌષ્ટિક વસ્તુઓ હોય છે. સરગી બાદ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે અને પછી આખો દિવસ ભોજન નથી કરાતું. ઘણી મહિલાઓ નિર્જલા વ્રત પણ રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પૂજા સામગ્રી

કરવા અથવા માટીનું પાત્ર, જળ ભરેલો લોટો, પૂજાની થાળી, છલણી, દીપક, ઘી, રૂ, રોલી, કુંકુમ, અક્ષત, હળદર, ફૂલ, મીઠાઈ, ફળ, ધૂપ-અગરબત્તી તથા ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની તસવીર કે પ્રતિમા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પૂજા વિધિ

સવારે સરગી ખાઈને વ્રતનો સંકલ્પ લો. સાંજે પૂજા સ્થળ સાફ કરીને દેવી-દેવતાઓની સ્થાપના કરો. દીપક પ્રગટાવીને કંકુ, અક્ષત, ફૂલ અને મીઠાઈ અર્પણ કરો. કરવા માતાની પૂજા કરો. વ્રત કથા સાંભળો અને આરતી કરો. ચંદ્રમા દેખાય ત્યારે અર્ઘ્ય આપો. ઘણી જગ્યાએ છલણીથી ચંદ્ર અને પછી પતિનું મુખ જોવામાં આવે છે. પતિના હાથથી જળ ગ્રહણ કરીને વ્રત ખોલો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વ્રત કથા

એક શાહુકારને વીરાવતી નામની દીકરી હતી. તે પોતાના સાત ભાઈઓની એકમાત્ર બહેન હતી. લગ્ન બાદ જ્યારે વીરાવતીએ પહેલી વાર કરવાચોથનું વ્રત રાખ્યું, ત્યારે તે સવારથી જ ભૂખી-તરસી રહીને ચંદ્ર નીકળવાની રાહ જોવા લાગી. આખો દિવસ કંઈપણ ખાધા-પીધા વિના રહેવાને કારણે વીરાવતીની તબિયત કમજોર પડવા લાગી. બહેનની આવી હાલત જોઈને તેના સાતેય ભાઈઓ ચિંતિત થઈ ગયા. ભાઈઓએ દૂર એક ઝાડ પર દીવો પ્રગટાવ્યો અને તેને ચાળણીની આડમાં એવી રીતે રાખ્યો કે દૂરથી ચંદ્ર ઊગ્યો હોય તેવું લાગે. વીરાવતીએ આ પ્રકાશને ચંદ્ર સમજી લીધો અને તેના દર્શન કર્યા બાદ વ્રત ખોલવા બેસી ગઈ. પરંતુ ભોજન શરૂ કરતાં જ તેને પોતાના પતિ વિશે અશુભ સમાચાર મળ્યા. આ સાંભળીને વીરાવતી દુઃખી થઈ ગઈ. પોતાની ભૂલનો અહેસાસ થતાં તેણે માતા પાર્વતીની આરાધના શરૂ કરી અને પતિને ફરી જીવન મળે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી. વીરાવતીની ભક્તિથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેને આશીર્વાદ આપ્યા અને તેના પતિને નવજીવન મળ્યું. ત્યારબાદ વીરાવતીએ શ્રદ્ધા અને વિધિપૂર્વક વ્રત પૂરૂ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Karwa Chauth Vrat Katha Karwa Chauth Karwa Chauth Puja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ