ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદના બોરસદમાં યુવક 24 વર્ષીય યુવતી સાથે હોટેલના રૂમમાં ગયો, હેરાનીભર્યું બનતાં તત્કાળ થયું મોત
Last Updated: 07:28 AM, 29 October 2026
ADVERTISEMENT
આણંદના બોરસદ નજીક બોદાલ હાઇવે પર આવેલી TGR હોટેલમાં ૪૫ વર્ષીય યુવકના મોતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક 2 વર્ષીય યુવતી સાથે હોટેલના રૂમમાં ગયો હતો. આ દરમિયાન યુવકનું અચાનક મોત થતાં સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. યુવકે સેક્સ પાવર વધારવા માટેની દવા લીધી હતી કે પછી તેણે આત્મહત્યા કરી હત્યા થઈ આને લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી છે.
ADVERTISEMENT
હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા
યુવક અને યુવતી બંને બોરસદની સાઈ હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા. યુવકના મોત બાદ યુવતી તેને સરકારી હોસ્પિટલમાં લઈ આવી હતી. મૃતક યુવક નિસરાયા ગામનો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
યુવતીની પૂછપરછ કરાઈ
ઘટનાની જાણ થતાં બોરસદ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. યુવકના અચાનક મોતના સાચા કારણનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ પછી જ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો